________________
૯. રણમાં પણ ઝરણાં વહે તેવો ભવ્ય પ્રભાવ વિ.સં. ૧૯૭૩માં રાજસ્થાન-શિવગંજથી જેસલમેરનો ૬'રી પાલિત સંઘ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીની નિશ્રામાં નીકળ્યો. ફલોધીથી આગળના દિવસોમાં વાસણા ગામે મુકામ આવ્યો. સાવ રણપ્રદેશ. ઝાડનું તો નામ નિશાન ન મળે. આખા વરસમાં અરધો કે એક ઈચ પાણી પડે. તેમાં જ વરસ સુધી ચલાવવાનું તેથી ગામવાળા કહે કે અહીં સંઘને ઊતરવા નહીં દઈએ. તમે બધા તો અમારું મહિનાનું પાણી એક દિવસમાં જ વાપરી કાઢો. પછી અમે પાણી વિનાના શું કરીએ ? ચૈત્ર મહિનાના દિવસો હતા. પણ મહારાજ સાહેબે કહેવરાવ્યું કે તમે ફિકર ન કરો. બધું સારું થશે. અને બપોરના સમયે આકાશમાં ક્યાંય વાદળાં દેખાતાં ન હતાં ને એકાએક વરસાદ આવ્યો અને તે પણ છાંટા કે ફરફર નહીં પણ આજુબાજુમાં પાણી-પાણી થઈ જાય તેટલો વરસાદ આવ્યો. બધાંનાં મોં ને આંખ આશ્ચર્યથી પહોળાંપહોળાં થઈ રહ્યાં. આવો પ્રભાવ તેઓનો હતો. // નમો નમ: શ્રી ગુરુ નેમિસૂવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org