________________
૧૦. “હું તો તેઓના ચરણની રજ છું.” વિ.સં. ૧૯૭૬માં પૂજ્યશ્રી ઉદયપુર (રાજ.) ચોમાસું બિરાજ્યા હતા. ત્યાંના મહારાણા ફતેહસિંહજીના પ્રાઈવેટ સેક્રેટરી શ્રી ફતેહકરણજી પૂજ્યશ્રીના પરિચયમાં આવ્યા. તેમને દર્શનશાસ્ત્ર ભણવાની ઈચ્છા થઈ અને પૂજ્યશ્રી પાસે જ્ઞાનગોષ્ઠી માટે આવતાં તેઓએ પૂજ્યશ્રીની વિદ્વત્તા, પ્રભાવકતા વગેરેનું વર્ણન મહારાણા સમક્ષ કર્યું. મહારાણાએ એવી ઈચ્છા દર્શાવી કે પૂજ્યશ્રીને વિનંતિ કરો તેઓ આપણા રાજમહેલમાં પધારે અને ધર્મોપદેશ આપે. શ્રી ફતેહકરણજીએ પૂજ્યશ્રી પાસે નિવેદન કર્યું કે મહારાણાની વિનંતિ છે. આપ રાજમહેલમાં પધારો. પૂજ્યશ્રીએ અનિચ્છા દર્શાવી. શ્રી ફતેહકરણજીએ કહ્યું કે પૂર્વના મહાપુરુષો શ્રી હેમચંદ્રાચાર્યજી તથા જગદ્ગુરુશ્રી હીરવિજયસૂરિજી મ. પણ રાજમહેલમાં પધારતા હતા. આપ પધારો. પૂજ્યશ્રીએ કહ્યું તેઓ મહાપુરુષ હતા. હું તો તેઓના ચરણની રજ છું. મને તેમનું અનુકરણ ન શોભે. પૂજ્યશ્રીના હૃદયના નમ્રતાભર્યા ઉદ્ગારો સાંભળીને ફતેહકરણજીના મનમાં જે આદર અને બહુમાન હતાં, તે ઘણાં વધી ગયાં. મહારાજાએ પોતાના યુવરાજને પૂજ્યશ્રીની અમૃતવાણીનું પાન કરવા મોકલ્યા. મહાપુરુષની નિઃસ્પૃહતા ને વૈરાગ્ય આવાં હોય છે. ॥ नमो नमः श्री गुरु नेमिसूरये ॥
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org