________________
૧૬. બોલ... બોલ... નમો અરિહતાણં સ્થળ : કદંબગિરિ તીર્થ
મહાવીરસ્વામી ભગવાનના દેરાસરની સામેની ધર્મશાળાની આગળની પરસાળમાં પૂજ્યશ્રી બિરાજમાન છે. સમય બપોરનો એક સવાનો છે. અમદાવાદનું એક કુટુંબ પતિપત્ની અને તેમનો એક દીકરો. યાત્રા કરીને વંદન કરવા આવ્યાં. વંદન કરી સાતા પૂછી. વાસક્ષેપ કરવા વિનંતી કરી. પહેલો નંબર તો બાળકનો લાગે. આઠેક વર્ષનો દીકરો. મહારાજ સાહેબે વાસક્ષેપ હાથમાં રાખીને બાળકને પૂછ્યું, બોલ નવકાર આવડે છે ને ! બોલ નમો અરિહંતાણં. માતા-પિતાએ કહ્યું, સાહેબ આ તો જનમથી બોલતો નથી. ડોક્ટર કહે છે કે આની સ્વરનળી એવી ચોંટી ગઇ છે કે તે બોલતો નહીં થઈ શકે.
મહારાજસાહેબે વાસક્ષેપ કરી બરડામાં હળવેકથી ધબ્બો મારી કહ્યું, બોલ... બોલ... નમો અરિહંતાણં. બે વાર કહ્યું અને બાળક ધીરે ધીરે અટકતાં... અટકતાં... નમો... નમો... અરિ... અરિ... હંતાણં.-એમ બોલ્યો. સાંભળીને માતાની આંખમાં આંસુ ધસી આવ્યાં. પિતા ગદ્ગદ્ બની ગયા. મહારાજ સાહેબે ફરી વાસક્ષેપ કર્યો. વીર પુરુષના સત્ય સંકલ્પનો કેવો ગજબ પ્રભાવ છે. આ બાળક અત્યારે તો ઘણી મોટી ઉંમરના છે. તે અમદાવાદમાં રહે છે. નામ જિતેન્દ્રભાઇ રતિલાલ શેઠ છે.
॥ નમો નમ: શ્રી ગુરુ નેમિસૂરયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org