________________
૧. હાં... હાં... આ તો છાશ છે.
પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રી નાની વયમાં પણ ચતુર હતા. બુદ્ધિ સતેજ હતી.
વાત એવી બની કે ૪/૫ મહેમાન બહારગામથી આવેલા અને તેઓની સાથે ત્યાં સ્થાનિક જ મહુવામાં એક બીજા સગાને ત્યાં જમવા જવાનું હતું. અને તેમાં નેમચંદ (ઉ. વર્ષ૧૦)ને પણ સાથે જવાનું હતું. ત્યાં ગયા, પંગતમાં મહેમાનને બેસાર્યા. વય નાની તેથી મહેમાન પછી નેમચંદનો નંબર હતો.
રસોઈ પીરસવામાં આવી. બધાં જમી લે પછી રોટલા ને દૂધ આપવાનો રિવાજ હતો. એટલે મહેમાનોને રોટલો અને દૂધ પીરસવામાં આવ્યું. અને નેમચંદને રોટલો અને છાશ પીરસ્યાં. ચકોર નેમચંદ તુર્ત પામી ગયા. મહેમાનના દૂધના છાલિયામાં દૂધ ઓછું જોયું એટલે યજમાને ફરી દૂધ આપવા આગ્રહ કર્યો, તે વખતે નેમચંદે પોતાના છાલિયાની છાશ મહેમાનના છાલિયામાં રેડવા માંડી એટલે યજમાન તુર્ત બોલ્યા : ‘હાં... હાં... શું કરો છો ? આ તો છાશ છે.” નેમચંદ કહે, ‘“મારે તમને એ જ જણાવવું હતું.’’ યજમાન ભોંઠા પડ્યા. નાના છોકરાની ચતુરાઈ જોઈને અચંબામાં પડી ગયા. નાનું પણ સિંહનું બચ્ચું તે આનું નામ.
,,
।। નમો નમઃ શ્રી ગુરુ નેમિસૂવે ।।
Jain Education International
For Private & Personal Use Only
3
www.jainelibrary.org