________________
૮. શ્લોકનો અર્થ જે કરી આપે તેને પોથી ભેટ વિ.સં. ૧૯૭૨નું ચોમાસું સાદડી (રાણકપુર, રાજ.)માં વિરાજતા હતા. ચાતુર્માસમાં સાધુઓને પઠન-પાઠનનું કાર્ય બહુ જોરમાં ચાલુ હતું. ઉંમર નાની હતી. ક્ષયોપક્ષમ તીવ્ર હતો. સરખે સરખા સાધુ ભણતી વખતે પરસ્પર સ્પર્ધાનો ભાવ રાખતા. પૂજ્યશ્રીની પદ્ધતિ પણ એવી હતી કે ઓલ-ઇન-વન એક ગ્રંથ ભણાવે તેમાં તેને લગતા બીજા ગ્રંથનો બોધ પણ આપોઆપ થઈ જાય. ચાલુ ચોમાસામાં પૂજ્ય સાગરજી મહારાજ સંપાદિત આગમોદય સમિતિ દ્વારા પ્રકાશિત શ્રી અનુયોગદ્વારસૂત્રની પ્રત આવી. મહારાજસાહેબે ખોલી અને ભણતા સાધુઓને બોલાવ્યા. લાવણ્યવિજયજી, નંદનવિજયજી અને અમૃતવિજયજી વગેરે સાધુ આવ્યા. બધાને પ્રત બતાવી અને કહ્યું કે આ સુરેન્દ્ર કૃત- સંતુતિપાઆ શ્લોકનો અર્થ અત્યારે હમણાં જે પહેલો કરી આપે અને મોઢે કરી આપે, તેને આ પોથી આપવામાં આવશે. ખુલ્લી પોથીના એ શ્લોકને બધા વાંચવા લાગ્યા. મનમાં અર્થ બેસારવા માંડ્યા. ત્યાં ગણત્રીની જ મીનિટમાં નંદનવિજયજીએ અર્થ કરી બતાવ્યો. અને તે જ વખતે શ્લોક મોઢે કરી બતાવ્યો. અને તે સાચો હતો. મહારાજસાહેબ ખુશ થયા અને પોતાના હાથે પોથી નંદનવિજયજીને હાથમાં આપી. કહો કે વિદ્યાનું વરદાન જ આપ્યું ! પોતાના સાધુઓને જ્ઞાનમાં નિષ્ણાત બનાવવાની શૈલી પણ કેવી વિલક્ષણ હતી. કેવો જ્ઞાનનો પ્રેમ હતો. ॥ नमो नमः श्री गुरु नेमिसूरये ॥
૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org