________________
૬. સાધુને જરજમીન ન હોય
વિ. સં. ૧૯૬૬ની સાલ હતી. કદંબરિ તીર્થનાં પગરણ મંડાણાં હતાં. જિનમંદિર માટે જગ્યાની વાતચીત ચાલતી હતી. એ બધી જમીન બોદાના નેસમાં વસતા કામળીયા દરબારોની હતી. પૂજ્ય મહારાજ સાહેબે આ બધાને ઉપદેશ આપીને વ્યસનો છોડાવ્યાં હતાં. પૂજ્યશ્રીની વાણી વાણીનું વરદાન પામેલી હતી. તેથી તેઓનાં જીવનમાં પરિવર્તન આવ્યું હતું.
તેઓએ આવા તીર્થના કામમાં જમીન વપરાતી હોય તો જમીન ભેટ આપવા કહ્યું. મહારાજસાહેબે કહ્યું કે, “જમીન ટોકન કિંમતે લેવાની છે.'' દરબારો જમીન ભેટ આપવાની અને તે પણ પૂજ્યશ્રીને આપવાની વાતે અડગ રહ્યા. પૂજ્યશ્રીએ સમજાવ્યા, જગ્યા અમારે નામે ન લેવાય.’’ દરબારો કહે કે ''અકબર બાદશાહે તો ફરમાનો હીરવિજયસૂરિ મહારાજને આપ્યાં હતાં.’’ મહારાજસાહેબ કહે કે, “હું તો તેઓના પગની રજ પણ નથી. વળી સાધુને જરજમીન ન હોય.’’ છેવટે ઉપરના નવ પ્લોટ આ.ક. પેઢીને આપવા અને દસ્તાવેજમાં “પૂજ્યશ્રીએ ઉપદેશ આપીને દરબારોને દુર્વ્યસનથી છોડાવ્યા છે.’’ આવો ઉલ્લેખ કરવાનું નક્કી થયું. અને તે જગ્યા ઉપર વાદળથી વાતો કરે તેવાં જિનમંદિરો બંધાવ્યાં. જમીનની વાતે મહારાજસાહેબ સહેજ પણ લોભાયા નહીં. આવી નિઃસ્પૃહતા તેઓના જીવનમાં હતી. // નમો નમ: શ્રી ગુરુ નેમિસૂવે ।।
Jain Education International
For Private & Personal Use Only
१२
www.jainelibrary.org