Book Title: Shasana Samratna Tej Kirno Prasang Chitramala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ ૧૧. અમે બેઠા છીએ ત્યાં સુધી કોની તાકાત છે ? વિ.સં. ૧૯૮૧માં ચાણસ્મા (ઉ.ગુજ.) ચોમાસું. ચાલુ ચોમાસે પૂજ્યશ્રીને અણઉતાર તાવ આવ્યો. બધા ચિંતામાં મુકાયા. સંઘ આખો ખડે પગે. ત્યારે વિલાયતી દવાનું ચલણ શરૂ થયેલું. પણ પૂજ્યશ્રીની સ્પષ્ટ ના હતી. આયુર્વેદના ઉપચારોમાં જ શ્રદ્ધા હતી. પોતે પણ ભાવપ્રકાશ સુશ્રુત વગેરે ગ્રંથો જાણતા હતા. અરધું બળેલું પાણીનો ઉપચાર ચાલુ હતો, પણ અશક્તિ પુષ્કળ, બેચેની પણ ઘણી હતી. અમદાવાદથી આણંદજી કલ્યાણજી પેઢીના મુખ્ય વહીવટદાર શ્રાવકો વંદન નિમિત્તે આવ્યા હતા. પૂજ્યશ્રી ધર્મલાભ પણ આપી શક્યા નહીં. પૂજ્ય ઉદયસૂરિ મહારાજ, પૂજ્ય નંદનસૂરિ મહારાજ વગેરે પાસે બેસીને વાતચીત કરતા હતા. હમણાં શું ચાલે છે ? એમ પૂછ્યું ત્યારે તેઓએ કહ્યું કે આ તારંગાતીર્થની જમીન ત્યાંના ઠાકોર લઈ લેવા માંગે છે. આપણા ચૂનાથી ધોળેલા ખૂંટાવાળી જમીન પણ અમારી છે, તેમ કહીને તે ભેળવવાની તૈયારી કરે છે. ચિંતા થાય છે કેવી રીતે આને સમજાવી શકાય. પટેલ હોય તો પૈસાથી સમજાવી લેવાય, આ તો ઠાકોર છે ! આ શબ્દો પૂજ્યશ્રીએ સૂતાં સૂતાં સાંભળ્યા. અંદરની તીર્થો પ્રત્યેની દાઝ એવી ઊછળી આવી ! શક્તિ તો હતી જ નહીં છતાં અરધા બેઠા થઈને મૂઠી વાળીને મોટેથી બોલવા લાગ્યા. “શું અમે મરી ખૂચ્યા છીએ, કોની તાકાત છે તીર્થને હાથ અડાડી તો જુવે.” બસ આટલું બોલતાં તો હાંફી ગયા. સાંભળનારા શ્રાવકો તો તેઓના તીર્થપ્રેમને જોતા જ રહી ગયા. મનોમન વંદી રહ્યા. નમો નમ: શ્રી ગુરુ મસૂર w ૨૩ Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36