Book Title: Shasana Samratna Tej Kirno Prasang Chitramala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 7
________________ ૨. મેં કામ તો સારું કર્યું છે ને ? વાત છે વિ. સં. ૧૯૪પની. ભાવનગરમાં મારવાડીના વંડાના ઉપાશ્રયે મહુવાના નેમચંદે પંદર વર્ષની ઉંમરે પોતે જાતે દીક્ષાનો વેશ પહેરી લીધો છે. મહુવા પિતા લક્ષ્મીચંદ અને માતા દિવાળીબહેનને સમાચાર મળ્યા. તાબડતોબ સગા-વ્હાલાં સાથે ભાવનગર આવી ગયાં. ઉપાશ્રયમાં ગયા. નેમચંદને સાધુનાં કપડામાં જોયા ને દિવાળીબા તો છાતી ફૂટવા લાગ્યાં. કલ્પાંત કરવા લાગ્યાં. દીકરાએ આ શું કર્યું ? પૂજયશ્રી તો તટસ્થ ભાવે નિર્લેપપણે આ બધું જોતા રહ્યા. સાંભળતા રહ્યા. બધું શાંત પડ્યું એટલે દિવાળીબાની સામે જોઈને પૂછે છે કે, “આ કામ મેં જે કર્યું છે તે સારું કર્યું છે ને ! કે ખરાબ કર્યું છે ! તમે કહો !” પિતા લક્ષ્મીચંદ તો ધર્માનુરાગી હતા જ. માતા દિવાળીબા પણ સમજુ હતાં. “અમને પૂછીને કર્યું હોત તો સારું હતું.” આટલું બોલીને હાથ જોડવા લાગ્યાં. પૂજ્યશ્રીનો વૈરાગ્ય ને નિશ્ચલતા લલાટ ઉપર દેખાતાં હતાં. ॥ नमो नमः श्री गुरु नेमिसूरये ।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36