Book Title: Shasana Samratna Tej Kirno Prasang Chitramala
Author(s): Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ ૪. “મારા માણેક કરતાં મહારાજ સાહેબ મહાન છે.” અમદાવાદના શ્રેષ્ઠીઓમાં મનસુખલાલ ભગુભાઈનું નામ પહેલી હરોળમાં લેવાતું હતું. આ મનસુખભાઈ પૂજયશ્રીના પરમ સમર્પિત ભક્ત હતા. વાત એવી હતી કે ૧૯૫૯ની સાલમાં પૂજયશ્રી ભાવનગરમાં ચાતુર્માસ વિરાજમાન હતા. શ્રી ભગવતીજીસૂત્રના જોગ ચાલતા હતા. ચાલુ ચોમાસે ભાવનગરમાં પ્લેગ રોગ ફેલાયો. બધા ગભરાયા. પૂજ્યશ્રી સહિત પં. શ્રી ગંભીરવિજયજી મહારાજ વગેરે દ્વારા ભાવનગરથી થોડે દૂર વરતેજ ગામે પધાર્યા. ત્યાં પણ રોગનો વાવર ફેલાયો. એમાં એક દિવસ પૂજ્યશ્રીને પણ તાવ આવ્યો. એક બે દિવસ થયા અને તાવ ને ઊતર્યો એટલે મુનિશ્રી મણિવિજયજી મહારાજે અમદાવાદ મનસુખભાઈ ભગુભાઈને સમાચાર મોકલાવ્યા. સમાચાર મળતાવેંત મનસુખભાઈએ ભાવનગર પોતાના પરિચિત ડોકટરને કહેવરાવ્યું પણ એટલાથી સંતોષ ન થયો. એ રાત્રે સતત પૂજયશ્રીની તબિયતના સમાચાર મેળવવા માટે થોડી થોડી વારે તાર કરાવતા જ રહ્યા. પોસ્ટમાસ્તર આ ઉપરાઉપરી આવતા તારથી મુંઝાઈ ગયો. આશ્ચર્યમાં પડ્યો કે એક જ રાતમાં, આટલા બધા એશી જેટલા તાર જેના માટે આવ્યા તે માણસ કોણ છે ! કેવા છે ! આ બાજુ તાવ નોર્મલ ન થાય ત્યાં સુધી સમાચાર પણ શું આપવા ! વળતે દિવસે અમદાવાદથી પોતાના ફેમિલી ડોકટર જમનાદાસને કહ્યું કે, “તમે બધી દવા વગેરે લઈને જાવ.” ડોકટર કહે, “તમે તમારા એકના એક દીકરા માણેકને આવી માંદગી છે ને તેને મૂકીને તમે મને ભાવનગર (વરતેજ) મોકલો છો !” મનસુખભાઈ ગળગળા અવાજે કહે કે ““ડોકટર! મારો માણેક ધર્મના પ્રભાવે સારો થઈ જશે, છતાં મારી સાથે લેણાદેણી ઓછી નીકળી તો મારા કુટુંબને દુઃખ થશે. પણ પૂજય મહારાજસાહેબને કાંઈ થયું તો તમામ ભારતના સંઘોને અને સર્વેને દુઃખ થશે. તમે કશું બોલ્યા વિના આ ઘડીએ જ વરતેજ જવા રવાના થાવ.” ડોકટર તો ચૂપ થઈને નીકળી ગયા. મનોમન વિચારતા રહ્યા. કેવા એમના મહારાજ અને કેવા એ મહારાજના સમર્પિત ભક્ત શ્રાવક ! ધન્ય છે તેમને. ગુરુભક્તિનું યાદગાર ઉદાહરણ પૂરું પાડ્યું. / નો નમ: શ્રી ગુરુ નેમિસૂર // Jain Education International Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36