Book Title: Shant Sudharas
Author(s): Vinayvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 4
________________ પ્રકાશકીય : જગદગુરુ શ્રી હીરસૂરિ મહારાજના શિષ્ય ઉપાધ્યાય શ્રી કીતિવિજયજી મહારાજના શિષ્ય ઉપાધ્યાય શ્રી વિનયવિજયજી કૃત શાતસુધારસ સટીક ગ્રથને અમે ઉલ્લાસભેર પ્રકાશિત કરી રહ્યા છીએ સ સાર પરિભ્રમણમાં કારણભૂત અનાદિકાળથી જીવમાં રહેલી કુવાસનાઓ છે કુવાસના એટલે રાગદ્વેષની વૃત્તિઓ, કુવાસના એટલે વિષયકક્ષાના પરિણામ આનાથી અશુભ કર્મના બંધ અને અનુબ ધને કરતે જીવ અનાદિ કાળથી સંસારમાં ભટકી રહ્યો છે, અન તા જન્મ મરણ કરી રહ્યો છે નરક, નિગેન્દ્ર પૃથ્વી આદિ વિકલેન્દ્રિય, પ ચેન્દ્રિય તિય ચ, મનુષ્ય અને દેવના ભવમાં પણ જે પારાવાર દુઃખ અને યાતનાઓ જીવ ભેગવે છે તે બધાનુ કારણ છે અશુભ કર્મના ઉદય અશુભ કમ બ ધનુ કારણ છે કુવાસનાઓ આ કુવાસનાઓ જીવે અનાદિ કાળના અભ્યાસથી અત્યંત મજબુત કરી નાખી છે, જેથી વૈભાવિક હોવા છતા સ્વભાવ જેવી થઈ ગઈ છે, બળવાન બની ગઈ છે જ્યાં સુધી આ કુવાસનાઓ બેઠી છે ત્યા સુધી જીવને ભય કર યાતનાઓથી કૈઈપણ બચાવી શકે તેમ નથી. આ કુવાસનાઓના નાશ માટેનું સાધન છે શુભ ભાવનાઓ. જૈન શાસનમાં અનિત્યાદિ બાર શુભ ભાવનાઓ અને બીજી મૈથ્યાદિ ચાર શુભ ભાવનાઓ બતાવી છે, જેનાથી ભાવિત થતા આત્મામાં ઉડું ઘર કરી ગયેલી કુવાસનાઓ વિલીન થવા માંડે છે. 义东况※※※※※※※※※※※※※※眾深

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 181