Book Title: Shamb Pradyumna Charitra Part 02
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 7
________________ પ્રકાશકીય સંસ્કૃત ભાષામાં રચાયેલા અનેક ચરિત્રગ્રંથોમાં આ ચરિત્રગ્રંથ એક શિષ્ટ-વિશિષ્ટ ચરિત્રગ્રંથ છે. કવિચક્રવતી શ્રી રવિસાગર ગણીવરે આ ગ્રંથની રચના કરેલી છે. ખરેખર, રમસુરમ્ય ભાષામાં આ ગ્રંથ લખાયેલ છે. પરંતુ સંસ્કૃત ભાષા હવે લોકભાષા રહી નથી. ધીરે ધીરે વિદ્યાલ–મહાવિદ્યાલયમાંથી આ ભાષા શિખવવાનું કાર્ય બંધ થઈ રહ્યું છે. લેકને આ ભાષામાં રસ રહ્યો નથી. અંગ્રેજી ભાષાની ઘેલછા વધી રહી છે. આ ગ્રંથને ગુજરાતી ભાષામાં અનુવાદ પૂજ્ય સાધવજી મ. સુચનાશ્રીજીએ કર્યો છે. અનુવાદ સરલ, સુબોધ અને રસપૂર્ણ છે. તેઓએ આટલા મોટા ચરિત્રગ્રંથનો અનુવાદ કરીને ખરેખર, ઉત્તમ કાર્ય કર્યું છે. પહેલે ભાગ એક વર્ષ પૂર્વે છપાઈ ગયું છે. પરંતુ બંને ભાગ સાથે જ પ્રકાશિત કરવાની ભાવનાથી અમે હવે બંને ભાગનું પ્રકાશન કરીએ છીએ. આ ભાગમાં (બીજા) બેંગલોર અને પૂનાના પુણ્યશાળી ભાઈ-બહેનેએ આર્થિક સહયોગ આપેલ છે. પૂજ્ય સાધ્વીજી શ્રી સુલોચનાશ્રીજી [પૂ. બાપજી મ. ના સમુદાયનાં ] ની પ્રેરણથી જ આ સહયોગ પ્રાપ્ત થયા છે. અમે એ સહુનો આભાર માનીએ છીએ. આવા તે અનેક ચરિત્ર સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં લખાયેલા છે. જે આ રીતે ગુજરાતી ભાષામાં અનુવાદ થાય અને સુંદર પ્રકાશન થાય, તે અનેક ભાવુક જીવોને ઉપયોગી બને. સંસ્કૃત કાવ્યનું વાંચન કરનારાઓને માટે પણ ઉપયોગી બને. - આ કાવ્ય ખૂબ જ રસપૂર્ણ છે. શ્રીકૃષ્ણના ચરિત્રને પણ આમાં વણી લેવામાં આવ્યું છે, કે જે ખૂબ રોચક છે. આ ચરિત્રગ્રંથના પ્રકાશનમાં સર્વે સહયોગી મહાનુભાવોને હાર્દિક આભાર માનું છું. પ્રકાશનમાં કઈ તૂટી રહી જવા પામી હોય તેની ક્ષમા ચાહુ છું. – પ્રકાશક - મહાસુદ : ૧ ૨૦૪૬

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 294