Book Title: Shamb Pradyumna Charitra Part 01
Author(s): Sulochanashreeji
Publisher: Amitbhai S Mehta

View full book text
Previous | Next

Page 13
________________ શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર श्रीअंतकृदशांगस्य, चतुर्थे वर्ग आदरात् । प्रज्ञप्ता भगवन् केऽर्थाः, श्रीवीरेण सविस्तराः ॥१७॥ “હે ભગવંત! શ્રી અંતકૃતદશાંગ ના ચેથા પ્રકરણ [ અધ્યાય ] માં શ્રમણ ભગવાન મહાવીરે શું કહ્યું છે, તે કહેવાની આપ કૃપા કરો. [૧૭] आमृशताऽर्हतः पादसरोरुहमहर्निशं । ममाथांश्च समायाता-नायुष्मन् अवतः शृणु ॥१८॥ સુધર્માસવામીએ કહ્યું: “હે આયુષ્યમાન જબૂ! પરમાત્માના શ્રીચરણેની નિરંતર ઉપાસના કરનાર મારા માટે શ્રી મહાવીર પ્રભુએ તેમાં જે કંઈ કહ્યું છે, તે હું તને કહું છું. એ તું સાંભળ.” [૧૮] तद्यथा-जालि १ मयालि २ उबयालि ३ पुरिससेणे अ ४ वारिसेणे अ ५ ॥ पज्जुन्न ६ संव ७ अनिरुद्ध ८ । सबनेमि अ ९ दढनेमी १०॥ पन्नासं पन्नासं, भज्जा उवइ अ वारसंगधरा । सोलसं परिआया, सिद्धा सित्तुंजए दसवि । शब्दादिशास्त्रवोद्धारो, योद्धारो रणकर्मणि । बलीयांसा बभूवांसा, दशैते सिद्धिगामिनः ॥१९॥ જાલિ, માલિ, ઉવયાલિ, પુરિસર્ષણ, વારિણ, મધ, શાંબ, અનિરૂદ્ધ, સર્વનેમિ અને ૮નેમિ-આ દશેએ અગિયાર અંગોને અભ્યાસ કર્યો હતો અને સોળ વરસ સુધી સંયમધર્મનું ઉત્કૃષ્ટ આરાધન કરીને તે સૌ ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર સિદ્ધત્વને [ નિર્વાણ] પામ્યા. આ દસ વ્યાકરણાદિ શસ્ત્રોના જાણકાર, યુદ્ધ કરવામાં સુંદર લડવૈયા, બળવાન આ દસે મોક્ષને પામનારા હતા. [૧૯] कम्बुकण्ठः पुनर्जबू-स्वामी भूमीशवंदितः । अप्राक्षीतक्षीणकमैक-मर्मा शर्मनिबन्धनम् ॥२०॥ श्रीमच्छत्रुञ्जये तीर्थे, सर्वतीर्थविभूषणे । दशस्वेतेषु निर्वाणं, प्रद्युम्न कथमाप्तवान् ॥२१॥ नगरी का गरीयासी-त्सुखान्यस्य च विभ्रतः । का माता च पिता को वा,को बन्धुर्ह दयंगमः ॥२२॥ इत्यन्यूनमपि स्वामिन् , स्वरूपं पंकवजितं । सेोत्साहं श्रीतुमीहेऽहं, युष्मद्वदनवारिजात् ॥२३॥ શંખ જેવી ડોકવાળા, રાજામહારાજાઓને પણ વંદનીય એવા જંબૂસ્વામિએ પુનઃ વિનયથી પૂછયું : “હે ભગવંતું ! શબ્દાદિ શાસ્ત્રના જ્ઞાતા, યુદ્ધકળામાં નિપુણ અને મહાપરાક્રમી એ દસ યોદ્ધાઓ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર નિર્વાણ પામ્યા એમ આપે કહ્યું. હવે મને આપ એ કહેવાની કૃપા કરો કે તે દસમાંના એક પ્રદ્યુમ્નકુમારે અક્ષયસુખવાળા નિર્વાણપદને કેવી રીતે પ્રાપ્ત કર્યું ! તેમનાં માતા-પિતા કોણ હતા? તેમના ભાઈ-બહેન આદિ સ્વજને કોણ કેણ હતા? એ કયા નગરમાં રહેતા હતા? હે સ્વામિન ! આપના શ્રી મુખેથી એ જાણવા હું ઉત્સુક અને આતુર છું. [૨૦, ૨૧, ૨૨, ૨૩]

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 322