________________
શાબ-પ્રદ્યુમ્ન ચરિત્ર श्रीअंतकृदशांगस्य, चतुर्थे वर्ग आदरात् । प्रज्ञप्ता भगवन् केऽर्थाः, श्रीवीरेण सविस्तराः ॥१७॥
“હે ભગવંત! શ્રી અંતકૃતદશાંગ ના ચેથા પ્રકરણ [ અધ્યાય ] માં શ્રમણ ભગવાન મહાવીરે શું કહ્યું છે, તે કહેવાની આપ કૃપા કરો. [૧૭] आमृशताऽर्हतः पादसरोरुहमहर्निशं । ममाथांश्च समायाता-नायुष्मन् अवतः शृणु ॥१८॥
સુધર્માસવામીએ કહ્યું: “હે આયુષ્યમાન જબૂ! પરમાત્માના શ્રીચરણેની નિરંતર ઉપાસના કરનાર મારા માટે શ્રી મહાવીર પ્રભુએ તેમાં જે કંઈ કહ્યું છે, તે હું તને કહું છું. એ તું સાંભળ.” [૧૮] तद्यथा-जालि १ मयालि २ उबयालि ३ पुरिससेणे अ ४ वारिसेणे अ ५ ॥ पज्जुन्न ६ संव ७ अनिरुद्ध ८ । सबनेमि अ ९ दढनेमी १०॥ पन्नासं पन्नासं, भज्जा उवइ अ वारसंगधरा । सोलसं परिआया, सिद्धा सित्तुंजए दसवि । शब्दादिशास्त्रवोद्धारो, योद्धारो रणकर्मणि । बलीयांसा बभूवांसा, दशैते सिद्धिगामिनः ॥१९॥
જાલિ, માલિ, ઉવયાલિ, પુરિસર્ષણ, વારિણ, મધ, શાંબ, અનિરૂદ્ધ, સર્વનેમિ અને ૮નેમિ-આ દશેએ અગિયાર અંગોને અભ્યાસ કર્યો હતો અને સોળ વરસ સુધી સંયમધર્મનું ઉત્કૃષ્ટ આરાધન કરીને તે સૌ ગિરિરાજ શ્રી શત્રુંજય ઉપર સિદ્ધત્વને [ નિર્વાણ] પામ્યા.
આ દસ વ્યાકરણાદિ શસ્ત્રોના જાણકાર, યુદ્ધ કરવામાં સુંદર લડવૈયા, બળવાન આ દસે મોક્ષને પામનારા હતા. [૧૯] कम्बुकण्ठः पुनर्जबू-स्वामी भूमीशवंदितः । अप्राक्षीतक्षीणकमैक-मर्मा शर्मनिबन्धनम् ॥२०॥ श्रीमच्छत्रुञ्जये तीर्थे, सर्वतीर्थविभूषणे । दशस्वेतेषु निर्वाणं, प्रद्युम्न कथमाप्तवान् ॥२१॥ नगरी का गरीयासी-त्सुखान्यस्य च विभ्रतः । का माता च पिता को वा,को बन्धुर्ह दयंगमः ॥२२॥ इत्यन्यूनमपि स्वामिन् , स्वरूपं पंकवजितं । सेोत्साहं श्रीतुमीहेऽहं, युष्मद्वदनवारिजात् ॥२३॥
શંખ જેવી ડોકવાળા, રાજામહારાજાઓને પણ વંદનીય એવા જંબૂસ્વામિએ પુનઃ વિનયથી પૂછયું : “હે ભગવંતું ! શબ્દાદિ શાસ્ત્રના જ્ઞાતા, યુદ્ધકળામાં નિપુણ અને મહાપરાક્રમી એ દસ યોદ્ધાઓ તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર નિર્વાણ પામ્યા એમ આપે કહ્યું. હવે મને આપ એ કહેવાની કૃપા કરો કે તે દસમાંના એક પ્રદ્યુમ્નકુમારે અક્ષયસુખવાળા નિર્વાણપદને કેવી રીતે પ્રાપ્ત કર્યું ! તેમનાં માતા-પિતા કોણ હતા? તેમના ભાઈ-બહેન આદિ સ્વજને કોણ કેણ હતા? એ કયા નગરમાં રહેતા હતા? હે સ્વામિન ! આપના શ્રી મુખેથી એ જાણવા હું ઉત્સુક અને આતુર છું. [૨૦, ૨૧, ૨૨, ૨૩]