________________
સર્ગ : ૧ श्रीसुधर्मा सुधर्माण-मध्वानं प्रदधत्तत । जंबूस्वामिनं आचख्यौ, प्रद्युम्नस्य चरित्रकम् ॥२४॥
અને પુનિતપથે વિચરી રહેલા સુર્યાસ્વામીએ જંબૂસ્વામિને પ્રદ્યુમ્નકુમારનું ચરિત્ર કહેવાનું શરૂ કર્યું. [૨૪]
સર્ગઃ ૧ चंद्रमंडलसंकाशे, रत्नराजिविराजिते । वृत्ताकारतया कांते, विराजद्विजयाश्रिते ॥२५॥ जंबूद्वीपे जगत्ख्याते, लक्षयोजनविस्तृते । द्विलक्षयोजनायामे-लवणांमुबुधिभूषिते ॥२६॥ योजनैः पंचशत्या च, षड्विंशत्या समन्वितं । षभिः कलाभिराभाति, क्षेत्र भरतनामकम् ॥२७॥
જેની તરફ ગોળાકાર બે લાખ જન પ્રમાણ લવ સમુદ્ર ઘૂઘવે છે, જેમાં ચંદ્રમંડળ જેવા રત્નોના ઝગમગાટથી મનોહર એવા અનેક વિજયો [ ક્ષેત્રો/પ્રદેશે/રા ] છે અને જે સ્વયં એક લાખ જન સુધી વિસ્તરિત અને વિશ્વવિખ્યાત છે, તે જંબુદ્વીપમાં ભરતક્ષેત્ર અનેક પ્રકારે વિશિષ્ટ અને શ્રેષ્ઠ છે. તેનું ક્ષેત્રફળ પ૨૬ યોજન અને ૬ કલાનું છે.
[૨૫, ૨૬, ૨૭] श्रीमतां तीर्थनाथानां, यत्र स्याज्जननादिकं । अथवा यत्र जायते, रामचक्रयर्धचक्रिणः ॥२८॥ आर्यावर्ती जिनैः ख्यातः, स देशः क्लेशनाशनः । तत्र नाम्नास्ति सौवीरो, देशा जनप्रमादकः ॥२९॥
આ ભરતક્ષેત્રમાં શ્રી તીર્થંકર પરમાત્માના જન્મ, દીક્ષા આદિ કથાકો થાય છે, વાસુદેવ, બળદેવ, ચકવત આદિ મહાપુરુષોની જે જન્મભૂમિ અને કર્મભૂમિ છે એવા આ ભરતક્ષેત્રમાં જિનકથિત આર્યદેશમાં સર્વસંતાપનાશક, સુખદાયી સૌવીર નામનો દેશ છે.
[ ૨૮, ૨૯] तत्र चित्रपवित्राभे, त्रस्तशात्रवसंहतौ। अमरीकेलिकालिंद्या, रराज मथुरापुरी ॥३०॥
શત્રુઓને જ્યાં કોઈ ઉપદ્રવ નથી એવા આ સૌવીર દેશમાં મથુરા નગરી છે. દેવો પણ જ્યાં કીડા કરે છે એવી યમુના નદીથી તે શેભી રહી છે. [૩૦] चतुरा मथुरा सेयं, यमभीतिनिराकृता । स्वस्वसृवासरागेण, भृरिवृद्धसमाश्रिता ॥३१॥
પિતાની બેન યમુનાની નિવાસનગરી હેવાથી બહેન પ્રત્યેના સ્નેહથી જ્યાં યમરાજાનો ભય નથી એવી મથુરા નગરી ધન-ધાન્યથી સમૃદ્ધ હતી. [૩૧] हरिवंश्याद्वसुपुत्रा-तस्यां बृहद्भुजात्तथा। भूतेषु भूरिभूपेषु, समभूद्भूपतिर्यदुः ॥३२॥ आसीदपि यदाः सूनुः,शूरः शूरमतिस्थितिः । पुत्रौ शौरिसुखीरौ द्वौ, शूरस्थापि बभूवतुः ॥३३॥
હરિવંશીય વસુપુત્રથી બૃહદભુજ સુધી ઘણું રાજાઓએ મથુરામાં રાજ્ય કર્યું. તેમાં એક યદુ નામનો રાજા હતો. તેને શૂર નામનો એક પુત્ર, નામ પ્રમાણે શૂરવીર હતો. શૂરને બે પરાક્રમી પુત્ર હતા. એક શૌરી અને બીજો સુવીર. [૩૨, ૩૩]