________________
શબ-દુખ ચરિત્ર प्राज्ये राज्ये मुदा शौरि, यौवराज्ये सुवीरकं । न्यस्य शूरोऽतिवैराग्या-दीक्षां गृहीतवान्मुद ॥३४॥
સંસાર પર વૈરાગ્ય આવતાં શરા રાજાએ ઘણી ધામધુમથી શૌરીને રાજસિંહાસને અને સુવીરને યુવરાજપદે બેસાડીને પિતે દીક્ષા લીધી. [૩૪] मथुरायास्तु साम्राज्यं, शौरिदत्वानुजाय च । गत्वा कुशातदेशेषु, शौर्यपुरमवासयत् ॥३५॥
શૌરીએ મથુરાનું સામ્રાજ્ય નાના ભાઈ સુવીરને મેંપી દીધું અને પોતે કુશાdદેશમાં ચાલ્યો ગયો. અહીં એણે શૌરિપુર નામનું નવું નગર વસાવ્યું. [૩] सुता अंधकवृष्ण्याद्या, बभूवुःशौरिभूभृतः । भोजवृष्ण्यादयः पुत्राः, सुवीरस्यापि चाभवन् ॥३६॥
શૌરીને અંધકવૃષ્ણિ આદિ અને સુવીરને ભોજવૃષ્ણિ આદિ ઘણાં પુત્રો થયા. [૩૬] भोजकवृष्णये दत्वा, स्वराज्यं मथुरापुरः । सौवीरपत्तनं न्यस्य, सिंधुष्वस्थात्सुवीरराट् ॥३७॥
સવારે પિતાની મથુરાની રાજગાદી ભેજવૃષ્ણિને આપી અને સ્વયં સિંધુ દેશમાં જઈને ત્યાં સૌવીરપુર નામનું નગર વસાવીને ત્યાં જ રહ્યા. [૩૭] अंधकवृष्णिमात्मीये, राज्ये संस्थाप्य शौरिराट् । प्रतिष्ठितयतेः पार्थे, प्रव्रज्य दिवमाप्तवान् ॥३८॥
શૌરી રાજાએ પણ પોતાના રાજસિંહાસને, પોતાના પુત્ર અંધકવૃષ્ણિને અભિષેક કરાવ્યું. એ પછી તેમણે પ્રતિષ્ઠિત નામના મુનિ પાસે દીક્ષા લીધી અને સંયમી જીવનનું ઉત્કૃષ્ટ આરાધન કરતા કરતા દેવલોકમાં ગયા. [૩૮] पालयतः सतो राज्यं, भोजवृष्णेश्च माथुरं । उग्रसेनाभिधानोऽग्र-स्थामधामसुतोऽजनि ॥३९॥
મથુરાનગરેશ ભજવૃષ્ણિને ઉગ્રસેન નામનો પુત્ર થશે. તે ખૂબ જ તેજસ્વી હતો. [ ૩૯] सुभद्राकुक्षिजा एतें-धकवृष्णेर्दशाभवन् । समुद्रविजयः पूर्वो, ह्यनिद्रविजयांचितः ॥४०॥ अक्षाभ्यः शात्रवाऽक्षाभ्यः, स्तिमितः स्तिमिताशयः। सागरश्वाकरः कांते-हिमवान् हिमकांतिरुक ४१ अचलोऽचलधीर्दीना-द्धरणो धरणो भुवि । पूरणश्वाऽभिचंद्राह्वो, वसुदेवांगदेवभाः ॥४२॥ दशापि सुदशा आसन् , दशार्दा इति नामतः । स्फुरत्पराक्रमाक्रांत-दादंडाश्चंडतादृताः ॥४३॥
અંધકવૃષ્ણિને સુભદ્રારાણીથી દશ પુત્રો થયા. તે આ પ્રમાણે ઃ આસેતુ સુધી વિજય વાવટો લહેરાવનાર સમુદ્રવિજય-૧, શત્રુઓથી જરાય ક્ષુબ્ધ કે ભયભીત ન થનાર અભ્ય-૨, પ્રતિપળ પ્રસન્નચિત્ત સ્વિમિત-૩, સાગર જેવો ગંભીર સાગર-૪, હિમાંગી હિમરૂક-૫, સ્થિતપ્રજ્ઞ બુદ્ધિનિધાન અચલ-૬, ગરીબેને આધાર ધરણ-૭, મનોરથને પૂર્ણ કરનાર પૂરણ૮, પૂર્ણચન્દ્રમુખી અભિચન્દ્ર-૯, અને દેવે જેવો દેદિપ્યમાન વાસુદેવ. આ દસેય ભાઈઓ પ્રચંડ બાહવાળા, મહાપરાક્રમી અને જોતાવેત જ ગમી જાય એવા હતા. તે સૌ વિશ્વમાં દશદશાહ નામે વિખ્યાત બન્યા. [૪૦, ૪૧, ૪૨, ૪૩]