________________
સગ : ૧
अनुजे प्रथिते तेषां, कुंतीमायौ बभूवतुः । तातः कुंती ददौ पांडो-दमघोषस्य मद्रिकां ।। ४४ ।।
દશ ભાઈઓ વચ્ચે બે બહેન હતી. કુંતિ અને માદ્રિ. પિતાએ કુતિને પાંડુરાજા સાથે અને માટિને દમષ રાજા સાથે વરાવી. [૪૪] समुद्रविजये शौर्य-पुरराज्यं निधाय च । प्रव्रज्य सुव्रताभ्यर्णेधकवृष्णिरयादिवं ॥ ४५ ॥
અંધકવૃણિએ શૌર્યપુરનું રાજ્ય સમુદ્રવિજયને સેંપીને, સુવ્રત નામના આચાર્ય પાસે દીક્ષા લીધી અને ચારિત્રધર્મનું સમુચિત પાલન કરીને તેઓ દેવલેકમાં ગયા. [૪૫] भोजवृष्णिरपि स्वीय-राज्यं न्यस्याग्रसेनके । मथुरायामदादीक्षा-मतुच्छोत्सवपूर्वकं ।। ४६ ।।
ભોજવૃષ્ણિએ પણ ઉગ્રસેનને મથુરાના સિંહાસને રાજયાભિષેક કરાવીને મહોત્સવ પૂર્વક દીક્ષા લીધી. [૪૬] प्रजां पालयतः पुत्र-पुत्रीवन्मथुरापुरि । उग्रसेनमहीशस्य, पट्टराज्यस्ति धारिणी ॥४७॥
સગાં સંતાનની જેમ લોકેની સારસંભાળ લેતા પ્રજાવત્સલ ઉગ્રસેન રાજાને ધારિણી નામની પટરાણી હતી. [૪૭] एकदामंत्रितस्यापि, मासक्षपणपारणे । तापसस्य क्षमाभा, यत्कारितं न पारणं ॥४८॥
એક દિવસે ઉગ્રસેનરાજાએ માસખમણના તપસ્વી તાપસને પિતાને ત્યાં પારણું કરવા માટે પધારવા પ્રાર્થના કરી. પરંતુ સંજોગે જ એવા બધાં ઊભા થયાં કે રાજા તપસ્વી તાપસને પારણું કરાવી શકે નહિ. [૪૮]
[તે આ પ્રમાણેઃ મથુરાનગરીની બહારના ભાગમાં એક ઉદ્યાન હતું. તેમાં તાપને એક આશ્રમ હતો. તેમાં રહીને તાપસો અનેકવિધ તપસ્યા કરતા હતા. તેમને એક તાપસ માસક્ષમણના પારણે બીજુ માસક્ષમણ કરતા. આ તપ માટે તેણે નિયમ રાખ્યો હતો કે પારણું કરવા માટે કેઈ નિમંત્રણ આપે તો જ તેને ત્યાં પારણું કરવા જવું અને એ યજમાન યથોચિત સન્માનથી પારણું કરાવે તો જ પારણું કરવું, આ નિયમ ન સચવાય તે માસક્ષમણનું તપ સતત ચાલુ રાખવું.'
એક દિવસ ઉગ્રસેન રાજા આશ્રમમાં કુલપતિના દર્શન માટે આવ્યો. એણે માસક્ષમણના તપસ્વી તાપસને પિતાને ત્યાં પારણું કરવા માટે પધારવા નિમંત્રણ આપ્યું. નિમંત્રણને સ્વીકાર કરીને તપસ્વી તાપસ રાજમહેલમાં પધાર્યા. '
પરંતુ એ જ દિવસે રાજાને એકાએક શૂળ રેગ થયો. રાજાની વેદનાનું ઉપશમન કરવા અને તેમના રોગની સારવાર કરવા માટે રાજપરિવાર દોડાદેડ કરી રહ્યો. સૌના હૈયે રાજાના સ્વાધ્યની ચિંતા હતી. આથી આંગણે પધારેલા તપસ્વી તાપસ તરફ કેઈએ ધ્યાન ન આપ્યું.