________________
શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર, તપસ્વી તાપસ શેકવાર સુધી સમતાપૂર્વક ઊભા રહ્યા. તે પણ કોઈએ તેમની હાજરીની નેંધ ન લીધી. આથી તેમણે નિયમ મુજબ, વગર પારણે જ બીજું માસક્ષમણ શરૂ કરી દીધું.
આ બાજુ સમયસરની સારવારથી ઉગ્રસેન રાજાની વેદના શાંત થઈ ગઈ તરતજ તેમને યાદ આવ્યું કે આજ તે તપસ્વીના પારણાનો દિવસ છે. મેં તેમને પારણા માટે નિમંત્રણ આપ્યું છે. એ જરૂર આજ પધાર્યા હશે. તેમની તપાસ કરાવી તે તેમને જાણ થઈ કે તપસ્વી તે પધાર્યા હતા. પરંતુ કોઈએ તેમનું સ્વાગત ન કર્યું એથી એ તે પારણું કર્યા વિના જ પાછા આશ્રમમાં ચાલ્યા ગયા છે. -
રાજાને, આથી ખૂબ જ દુ:ખ થયું. આશ્રમે જઈને તેમણે કુલપતિ અને તપસ્વી મહાત્માની ક્ષમા માંગી અને પારણાં માટે પધારવા માટે ફરીથી વિનંતી કરી.
બીજા સાસણને સમય પૂરો થયે એટલે તપસ્વી તાપસ પારણા માટે રાજમહેલમાં પધાર્યા. પરંતુ ત્યારે તેમના તરફ જોવાની પણ કોઈને ફુરસદ ન હતી. એ જ દિવસે રાજાને ત્યાં પુત્રજન્મ થર્યો હોવાથી સૌ રાજાને વધાઈ આપવામાં વ્યસ્ત હતા. રાજા પોતે પણ પુત્રજન્મના આનંદમાં એ અટવાઈ ગયો હતો કે પિતે આજે તપસ્વીને પારણું કરવા માટે નિમંત્રણ આપ્યું છે, તે યાદ જ ન રહ્યું ! રાજમહેલમાં પારણું કરાવવા માટે કોઈએ સ્વાગત ન કર્યું, આથી, તપસ્વી નિયમ મુજબ શાંતચિત્તે આશ્રમમાં પાછા ફર્યા અને સતત ત્રીજું માસક્ષમણ કરવાનું ચાલુ રાખ્યું.
ઉગ્રસેનને તપસ્વીના પારણની યાદ આવી ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. પસ્તાવાથી તેનું હૈયું રડી રહ્યું. આશ્રમમાં જઈને તેણે ગદ્દગદ્દ કંઠે તપસ્વી મહાત્માની ક્ષમા માંગી અને પારણા માટે પધારવા માટે પુનઃ નિમંત્રણ આપ્યું.
પરંતુ ભવિતવ્યતા. કંઈક બીજી જ હતી. ત્રીજા પારણાના દિવસે જ રાજાને શત્રુ રાજાને સામને કરવા માટે નગર બહાર નીકળી જવું પડે છે. તે
નિમંત્રણ મુજબ તપાવી તાપસ ત્રીજા માસક્ષણના પારણા માટે પધાર્યા. ત્યારે રાજમહેલમાં ચેતરફ યુદ્ધની વાતે અને વાતાવરણ હતું કેઈએ તેમને સત્કાર ન કર્યો. થડીવાર સુધી તપસ્વીએ રાહ જોઈ. પણ કેઈએ તેમના તરફ જોયું સુદ્ધાંય નહિ, આથી તેમને ખૂબ જ ક્રોધ ચડે. હૈયે ગુસ્સો ભરીને તે આશ્રમમાં પાછા ફર્યા અને આમરણ ઉપવાસ ચાલુ કર્યા. તપમાં તે વિચારી રહ્યા કે રાજાએ મને મારી નાંખવા માટે જ મારી સાથે આ દુર્વ્યવહાર કર્યો છે. નહિ તે એ કંઈ ત્રણ ત્રણ વખત મને આપેલું આમંત્રણ ભૂલી જાય?–આમ કર્મના દેવથી એ ઊંધું વિચારતા રહ્યા અને નિયાણું કર્યું કે-મારી તપસ્યાનું કંઈ પણ ફળ મળવાનું હોય તે આગામી જન્મમાં હું રાજાને મારનાર થાઉં...]