________________
ઉપદ્યાત
આમ આઠ આઠ પ્રતિહારીઓથી સુશોભિત શ્રી જિનેશ્વર ભગવંતોને તેમજ બુદ્ધિનિધાન શ્રુતદેવી અને સન્માર્ગના પથિક ગુરુ ભગવંતને અંતરના અંતરથી ત્રિવિધ વંદના કરીને “શ્રી શામ્બ-પ્રદ્યુમ્ન ચરિત્રને શુભારંભ કરે છે. [૯].
ઉપોદઘાત છે प्राज्या विष्णुसुता आसंस्तेषु योऽभून्महर्द्धिकः ।
विद्योपहारलीलाभिः प्राग्जन्मसुकृतोदयात् ॥१०॥ स्वकीयपरबोधार्थ-मष्टमांगाद्गुरोगिरा । श्री प्रद्युम्नकुमारस्य चरित्रं तस्य वक्ष्यते ॥ ११ ॥
શ્રી કૃષ્ણના એકથી વધુ પુત્રો હતા. એ સૌ પુત્રોમાં, પૂર્વજન્મના પુણ્યદયથી જેમને અનેકવિધ વિદ્યા-વૈભવ પ્રાપ્ત થયે હતો એવા “પ્રદ્યુમ્નકુમારીનું જીવનચરિત્ર, “અન્નકૃતદશાંગ” નામના આઠમા આગમ-ગ્રંથના આધારે તેમજ ગુરુકૃપાથી મારા અને અન્ય સૌ કોઈના આત્મબોધ અને આત્મકલ્યાણ માટે કહું છું. [૧૦, ૧૧] जंबुद्वीपाभिधे द्वीपे, भरते सुषमाश्रिते । अभूच्चंपापुरी भूरि-भूरिसरिविराजिता ॥ १२ ॥
સુષમ નામના આરાની વાત છે. એ સમયે જબૂદ્વીપના આ ભરતક્ષેત્રમાં ચંપા નામની નગરી હતી. અનેક પ્રકારના આચાર્યો આ નગરીનું ગૌરવ અને ગરિમા હતા [૧૨] पूर्णभद्रलसद्भद्रे चैत्ये नित्येप्सितप्रदे। तत्रैव समवासार्षीत् पञ्चमा गणनायकः ॥ १३ ॥
એક મંગળ દિવસે, આ ચંપાનગરીમાં, ઈચ્છિતને આપનાર કલ્યાણકારી પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં ગણધર ભગવંત સુધર્માસ્વામી પધાર્યા. [૧૩] नाकिनिर्मितकल्याण-नलिने संस्थितः प्रभुः । सुधर्मस्वाम्यथ भ्राम्यद्भव्यजीवानुपादिशत् ॥१४॥
તેઓશ્રી દેવરચિત સુવર્ણકમળ ઉપર બિરાજીને ભવ્ય જીવોને ધર્મદેશના આપી રહ્યા હતા [૧૪] तेनोपदिष्टमाकर्ण्य, धर्म कैवल्यकारणं । स्वाचितानि व्रतान्यंगी-कृत्य चापुर्गृहं जना ॥१५॥
તેમની કેવલ્યકારિણી ધર્મદેશના સાંભળીને ઘણાંએ પિતાનાં રસ, રૂચિ અને શક્તિ અનુસાર વ્રતો અંગીકાર કર્યા અને પછી સૌ સૌનાં ઘરે ગયા. [૧૫] जबूस्वाम्यथ संजात-श्रद्धो मुदितमानसः । सुधर्मस्वामिन सम्य-क्चतुर्ज्ञान व्यजिज्ञपत् ॥१६॥
ત્યારે શ્રદ્ધાળુ અને પ્રસન્નચિત્ત જંબૂસ્વામિએ ચતુર્ણોની સુધર્માસ્વામીને વિનયથી પૂછ્યું : [૧૬]