________________
શાંબ-પ્રખ્ય ચરિત્ર विततमेरुगिरेरपि धीरतां, जलनिधेरपि भूरिंगभीरतां । रजसि कर्ममये च समीरता-मतति वीरजिनस्य सुधीरता ॥५॥
મેરુ પર્વતીય વિશેષ ધીર, ક્ષીર સમુદ્ર કરતાંય સવિશેષ ગંભીર અને કર્મરૂપી કચરાના જંગી ઢગને પલકમાં દૂર કરવા માટે પ્રચંડ વાવંટોળ સમા શ્રી મહાવીર પરમાત્મા ની ધીરતા, વીરતા અને ગંભીરતાથી જગત આખું પ્રેરક અને પાવન બન્યું છે. [૧]
इति मतिसुधनानां पंचतीर्थी जिनानां, प्रमुदितभुवनानां नम्रदेवांगनानां । प्रणतसमजनेंद्राश्चोग्रबुद्ध्यै जिनेंद्रा, घनतमसि दिनेन्द्रा, द्रव्यदाने धनेन्द्राः॥६॥
જે ત્રિલેકને ત્રિકાળ આનંદથી અભિભૂત કરે છે અને જેમને દેવાંગનાઓ પણ વિનય અને ઉમંગથી વંદના કરે છે, જ્ઞાનરૂપ સુંદર ધનવાળા એવી આ પાંચ જિનેશ્વરની પંચતીર્થી, તેમજ અજ્ઞાનના ઘનઘેર અંધકારને વિદારવામાં સૂર્ય સમાન, દાન આપવામાં કુબેરનાય કુબેર એવા જગવંદ ત્રિ-કાલીન [ વર્તમાન, અતીત અને અનાગત કાળના ] અનંતા શ્રી તીર્થંકર પરમાત્માઓ ! સહુ કેઈને નિર્મળતા અને નિર્મમતા બક્ષે ! [૬]
છે સરસ્વતી સ્તુતિ છે मतिमहिमविधाना, भारती भा-प्रधाना, विशदगुणनिधाना-पादने सावधाना। प्रविलसदभिधाना स्तूयमानावधाना, जनयतु विबुधानामिहितं शं दधाना ॥७॥
બુદ્ધિના ભંડારને ભરચકક કરનારી, નિર્મળ ગુણ-ભંડારની સજાગ રક્ષિકા, નામ પ્રમાણે જ ગુણિયલ અને ગુણવતી, સ્તુતિ કરનારને સુખ આપનારી રૂપશ્રી હે મા શારદા ! તમે પંડિતજનની ઈચ્છાને પરિપૂર્ણ કરનારા થાઓ. [૭]
# ગુરુ-સ્તુતિ स्तुवदमरहरिभ्यः क्षिप्तकर्माद्यरिभ्यः, स्मयशिखरिपविभ्यः, काममुस्ताकिरिभ्यः । त्रिदशवरतरुभ्यः, कामितार्थप्रदेभ्यः स्वमतिजितगुरुभ्यस्तानमः श्रीगुरुभ्यः ॥८॥ प्रणिपत्य जिनाधीशान , प्रातिहार्य विराजिनः । श्रुतदेवीमजाडयां च, श्रीगुरून् सुकृताध्वनः ।। ९ ।।
દેવ-દેવેન્દ્રોથી સ્તુતિ કરાયેલા, કર્મશત્રુઓને સંહાર કરનારા, અહંકારરૂપી પહાડને તોડવામાં વજસમાન, કામરૂપી થાંભલાને જડમૂળથી ઉખેડી નાખવામાં હાથી સમાન, ઈચ્છકોની ઈચ્છાઓને પરિપૂર્ણ કરવામાં કલ્પવૃક્ષ જેવા તેમજ પિતાની બુદ્ધિથી બૃહસ્પતિને પણ પરાભવ કરનારા એવા શ્રી ગુરુભગવતેને મારે નમસ્કાર હો ! [૮]