________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
સં. ૧૯૬૨ ના પિષ વદિ ૬ ના મંગળવારના રોજ શ્રી કેશરીયાજી આદીશ્વર ભગવાનની પ્રતિમાનાં દર્શન કર્યા. ચૈત્યવંદન કર્યું. સંધ પૂર્વક આવી યાત્રાએ, મન વાણુ કાયાની શુદ્ધિ કરનારી થાય છે. તથા અનેક અનુભવને આપનારી થાય છે એવો અનુભવ થયો. કેશરીયાજીમાં પંદર દિવસ રહેવાનું થયું. શ્રી કેશરીયાજીથી દક્ષિણ દિશાના તથા પૂર્વ દિશાના ડુંગર તરફ સવારમાં વહેલું જવાનું થતું હતું અને ત્યાં પ્રાણાયામ તથા ધ્યાન ધરવામાં આવતું હતું અને તે પછી ત્યાં નેટબુકમાં સત્યસ્વરૂપનું લખાણ ચાલતું હતું અને બપોરના વખતમાં લખાણ ચાલતું હતું અને મહાસુદિ ૨ ના રોજ
આ ગ્રંથ સંપૂર્ણ લખ્યો હતો. તથા બીજા પણ કેટલાક વિચારોની નોંધ બીજી નોટમાં કરી હતી, તેમાંથી કેટલાક વિચારોને ઉલ્લેખ તે પત્રસદુપદેશના બીજા ભાગમાં છપાવી દીધો છે. આ પુસ્તક છપાવવામાં પહેલી આવૃત્તિમાં ઝવેરી જીવણચંદ ધર્મચંદે પ્રથમ આગેવાની ભયે ભાગ લીધો હતો અને તેમની સાથે જૈન પત્રના અધિપતિ કારભારી શા ભગુભાઈ ફતેચદે પણ આગેવાનભર્યો ભાગ લીધે હતે. તથા ભણું શાળી ઝવેરી, ચુનીભાઈ બાલુભાઈ વગેરે મળીને જ્ઞાન પ્રસારક મંડળીનું સ્થાપન કર્યું હતું અને તે મંડળી મારફત પુસ્તકે છપાવતા હતા અને તે મારફત પુસ્તકે છપાવવાનું કામ શરૂ થયું હતું. વિ. સં. ૧૯૬૪ની સાલમાં માણસામાં અધ્યાત્મજ્ઞાન
www.kobatirth.org
For Private And Personal Use Only