________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૧), મૃત્યુ થાય છે, દ્વેષી માણસ ચંડાલના કરતાં પણ અપવિત્ર છે. દેવી માણસ હિતાહિત જોઈ શકતા નથી. દેવી માણસ હિતકર વચન સાંભળી શકતે નથી, દ્વેષી સદા ચિંતાતુર રહે છે, અને તેને સુખે કરી નિદ્રા પણ આવતી નથી. દ્વેષી પુરૂષનું ડહાપણ ધૂળમાં દટાય છે. દ્વેષી પુરૂષ, ગુણ પુરૂના પણ અવગુણ ગાય છે અને દ્વેષી માણસ જીવની હિંસા કરતાં ડરતે નથી, દ્વેષી, બીજાનું સારું ઈચ્છી શક્તિ નથી. શ્રીપાળ રાજાને જ કરનાર ધવલશેઠ દ્વેષથી જૂરી ઝૂરીને પિતાના દિવસ ગાળવા લાગે, અંતે રાત્રીના સમયમાં શ્રીપાળ રાજાને મારવા જતાં નીસરણથી પગ ખસતાં પડી મરણ પામી નરક ગતિમાં ગયે. બ્રેષનું એવું ફળ છે. જેણે સમારાદિત્ય કેવળી ચરિત્ર વાંચ્યું હશે તેને માલુમ હશે કે દ્વેષ કરવાથી અગ્નિશર્માની ભવભવમાં બૂરી અવસ્થા થઈ. માટે આત્માથી જીવ, કેઈના ઉપર દ્વેષ કરતું નથી. શ્રેષથી કેઈનું સારૂ થયું નથી અને થનાર નથી, દ્વેષ બળતા
www.kobatirth.org
For Private And Personal Use Only