________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮૭ )
नाणं च दंसणं चेच, भव्वाबाहं तहेव सम्मत्त अखयठिइ अरुत्री, भगुरुलहु वीरियं हवइ. १
જ્ઞાનાવરણીય કર્મને નાશ થવાથી અનંતજ્ઞાન ઉતપન્ન થાય છે, જે જ્ઞાનને કેવલજ્ઞાન કહે છે. તે જ્ઞાને કરી કાલેકનું જાણુપરું થાય છે, કોઈપણ દુનિયાની વસ્તુ જાણવાની બહાર રહેતી નથી, જ્ઞાન એ આત્માનો વિશેષ ઉપગ જાણ, જ્ઞાન સાકાર ઉપયોગરૂપ જાણવું. દર્શનાવરણ્યકર્મને ક્ષય થવાથી, અનંત દર્શન નામને આત્માને ગુણ પ્રગટે છે, તેથી પદ્વવ્યાત્મક લોકાલેકને, સામાન્ય ઉપગથી ભાસ થાય છે. સામાન્ય ઉપગને નિરાકાર ઉપયાગ કહે છે. શાતારૂપ અને આશાતારૂપ વેદનીય કર્મને નાશ થવાથી અવ્યાબાધ શાશ્વત સુખ આત્માને વિષે પ્રકટે છે, મેહનીય કર્મનો નાશ થવાથી ક્ષાયિક સમ્યકત્વ ઉદ્દભવે છે, આયુષ્યકર્મને નાશ થવાથી અક્ષયસ્થિતિ પ્રગટે છે. નામ કર્મને નાશ
www.kobatirth.org
For Private And Personal Use Only