Book Title: Sattvopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 32
________________ सत्त्वोपनिषद् - श्वाऽपि शुनीमन्वेतीति । सत्यम्- हतमपि हन्त्येव मदनः । मनुजविडम्बना अपि प्रत्यक्षसिद्धाः। परमशचिदिव्यरूपैश्वर्याणामच्युतान्तसुराणामपि कदाचिदतिपशुविष्मूत्रबीभत्समनुष्यवनितासु निधुवनविडम्बना इति काऽतः परा शोच्यता ? कोऽत्रापवाद इत्याशङ्क्याह महात्मेति। तदेवास्य महात्मत्वम्, કૂતરો પણ કૂતરીની પાછળ દોડે છે. ઓ કામ ! તું તો હણાયેલાને ય હણે છે. મનુષ્યોની વિડંબના તો પ્રત્યક્ષ સિદ્ધ છે. અસંખ્ય દેવોનો સ્વામિ... લાખો વિમાનોનો માલિક... પરમ ઐશ્વર્યવાળો ઈન્દ્ર પણ ઈંદ્રાણીના પગમાં પડે... હવે તો કહેતાં ય શરમ આવે પણ શાસ્ત્ર કહે છે કે બારમા દેવલોકનો દેદીપ્યમાન, પરમ પવિત્ર રૂપવાળો દેવ પણ કામાંધ બને... વાસનાથી વિહ્વળ બને ત્યારે બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય અને મનુષ્ય લોકની મળ-મૂત્રથી ભરેલી અત્યંત દુર્ગધી સ્ત્રી સાથે પશુક્રીડા કરે.. હાય.. આપણા અને ભૂંડણ વચ્ચે જે અંતર છે એનાથી કેટલાય ગણું અંતર એ દેવ અને મનુષ્યની વચ્ચે છે. ફટ રે કામ... કેવી તારી વિડંબના.. કેવી લજ્જા ને ધૃણા ઉપજાવે એવી તારી કાળી કરતૂતો.. આખી દુનિયા પર કેવું તારું સામ્રાજ્ય... પરમર્ષિએ આ આખા સ્વરૂપનું જ્ઞાનચક્ષુથી સાક્ષાત્ જોયું અને એમના મુખમાંથી શબ્દો સરી પડ્યાં – ‘ત્રીસમુત્ર TMીર, નિમનમણ ન' શું આમાં કોઈ જ અપવાદ નહીં ? આખી દુનિયામાંથી કોઈ જ બાકાત નહીં ? આખી દુનિયા એ જ સમુદ્રમાં ડુબેલી છે ? પરમર્ષિ ઉત્તર આપે છે કે હા, પણ આમાં એક અપવાદ છે, કો'ક મહાત્મા એ સમુદ્રમાંથી ઉન્મજ્જન કરે છે - પોતાના આત્માને એમાંથી બહાર કાઢે છે. આપણે જરા પરમર્ષિના ધ્વનિના હાર્દને પામીએ. વાસ્તવમાં -सत्त्वोपनिषद् यदत्रापवदनम्। स्त्रीविषयज्ञानानधिकरणत्वं हि तत्त्वम् । वेशादि तु सुलभमन्यत्र। स्त्रीत्यार्योपलक्षणम् । सैवानुपमबन्धनं निन्द्यतादायिनी मुनिमशकश्लेष्मेत्यागमज्ञाः । सकृद्दर्शनम्, ततः परिचयः, ततस्तद्दाढचम्, ततोऽपि विसम्भा, ततः प्रणयः ततश्च शतमुखो विनिपातः। एतद्विषयबधिપરમર્ષિ એમ નથી કહેતાં કે મહાત્મા ઉન્મજ્જન કરે છે. પરમર્ષિ કહે છે કે જો કોઈ ઉન્મજ્જન કરતું હોય તો એ મહાત્મા છે. પરમર્ષિનો ઈશારો એટલો જ છે કે વેશ તથા બાહ્યાચાર તો નાટકિયામાં પણ હોઈ શકે. એનાથી મહાત્મા નથી થવાતું. મહાત્મા થવું હોય તો તમારી ડિક્ષનેરીમાંથી ‘સ્ત્રી' શબ્દ કાઢી નાંખો. અહીં સ્ત્રી માટે જેટલી વાત કરી, એ જ વાતો સાધ્વી માટે પણ સમજી લેવી જોઈએ. એટલું જ નહીં સાધ્વી માટે તો એનાથી પણ વિશેષ સાવધાની જોઈએ એવું શાસ્ત્રકારોનું સપષ્ટ બયાન છે. સંવેગરંગશાલાકાર કહે છે સાધુને માટે સાધ્વી એ એક એવું બંધન છે કે એની કોઈ જ તુલના નથી. સાધ્વીના સંસર્ગથી જ્ઞાની અને તપસ્વી સાધુ પણ અવશ્ય નિંદાપાત્ર થાય છે. ધીમે ધીમે એ પરવશ થઈ જાય છે. પ્લેખમાં ફસાયેલી માખીની જેમ પોતાની જાતને છોડાવી શકતો નથી. સ્ત્રી હોય કે સાધ્વી... વંદનાદિ કોઈ પણ કારણસર સંપર્ક થાય.. તેમાંથી પરિચય થાય.. તેમાંથી ગાઢ પરિચય થાય.. પછી વિસંભ-પરસ્પરની અત્યંત વિશ્વસનીયતા થાય.. પછી આ વિસંભ અનેક પ્રકારનો વિનાશ નોતરે છે. માટે બચવું હોય તો પહેલાંથી જ સ્ત્રી માટે આંધળા-મૂંગા-બહેરા બની જવું જોઈએ. પ્રભુ વીર કહે છે - ‘હે ગૌતમ ! જે ગચ્છમાં બોખા-અત્યંત વૃદ્ધ સાધુઓ પણ સાધ્વી સાથે વાત સુદ્ધા નથી કરતાં એને જ હું

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64