Book Title: Sattvopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 61
________________ सत्त्वोपनिषद्संयमः, प्राप्ते चास्मिन् किं न सिद्धिदः सत्त्वोत्कर्षोऽधिगन्तव्यः ? तदाहुर्भगवन्तः - तिण्णो सि अण्णवं महं किं पुण चिट्ठसि तीरमागओ ? - इति । लोकोत्तरफलैव लोकोत्तरप्राप्तिर्भवतीति । तं फलमेवाह तत्पुनर्मोक्षदो धर्मः, शीलाङ्गवहनात्मकः । प्रतिश्रोताप्लवात् साध्या, सत्त्वसारैकमानसः ।।४१।। વસ્તુઓની પ્રાપ્તિથી જ સંયમની પ્રાપ્તિ થઈ શકે. તેને પામ્યા પછી એક અપૂર્વ સત્વોત્કર્ષ આવી જાય અને સિદ્ધિ થયા વિના ન રહે, શું એટલા માટે આપણે પ્રમાદ કરશું ? પ્રભુ વીરે ગૌતમ સ્વામિના નામે આપણને સર્વને આ પ્રેમાળ પ્રેરણા કરી છે - વત્સ ! આખો મહાસાગર તરી ગયો છે, કિનારાની સમીપ પણ પહોંચી ગયો છે. હવે જરાક માટે અટકી કેમ જાય છે ? અધ્યાત્મકલાદ્રમમાં કહ્યું છે - “મોક્ષની પ્રાપ્તિ માટે નીકળેલા ઓ મુનિ ! ચારિત્રી તરીકેના તારા નામમાગથી પણ તું લોકોમાં પૂજ્ય બની ગયો છે, તો એ જ ચારિત્રના શુદ્ધ પાલનથી તને કયાં ઈષ્ટ સુખો નહીં મળે ? ઓ સાધુ ! તું જેના મીઠાં ફળોને પ્રત્યક્ષ ભોગવી રહ્યો છે, એ સંયમ પ્રત્યે તારા હૃદયમાં હજી શ્રદ્ધા નથી બેઠી ? સત્ત્વની પરાકાષ્ઠાએ પહોંચીને સંયમસાધનામાં મચી પડ... એનાથી જ તું અનંત સુખનો સ્વામિ થઈ શકીશ. લોકોતર પ્રાપ્તિનું ફળ પણ લોકોત્તર જ હોય છે. સુખદાયક એવા એ ફળને જ સ્પષ્ટપણે જણાવતાં પરમર્ષિ કહે છે - એ લોકોતર ફળ છે શીલાંગને ધારણ કરવારૂપ મોક્ષદાયક ધર્મ. અને એ ધર્મ એ જ જીવો કરી શકે કે જેમનું મન નક્કર સત્વથી ભરેલું હોય, જેઓ નદીના વહેણની સામે તરવા જેવું પરાક્રમ દાખવી શકે. I૪૧II ?, --- ત્યાં ૭૦૪ -सत्त्वोपनिषद् गीतार्थ-तनिश्रितान्यतर एवाष्टादशशीलाङ्गसहस्ररूपो विरतिभावः सम्पूर्णः, बाह्यप्रवृत्तेर्व्यभिचारित्वात् । स एव मोक्षदो धर्मः सत्त्वभावित પંચાશકમાં અઢાર હજાર શીલાંગનું સ્પષ્ટીકરણ કરતાં કરતાં આચાર્ય હરિભદ્રસૂરિજી કહે છે કે જ્યારે ન છૂટકે અપવાદપદે ષકાયમાંથી કોઈની વિરાધનાનો પ્રસંગ આવે ત્યારે ૧૮૦૦૦ શીલાંગ સંપૂર્ણ ઘટી ન શકે. છતાં પણ એ સાધુ વંદનીય હોઈ શકે છે. સાધુ તરીકે માન્ય હોઈ શકે છે. કારણ કે આ શીલાંગની વાત વિરતિભાવની અપેક્ષાએ છે, બાહ્યપ્રવૃત્તિની અપેક્ષાએ નહીં. પણ શરત એટલી જ કે એ સાધુ ગીતાર્થ ગુરુને સંપૂર્ણપણે સમર્પિત હોવો જોઈએ. જે કદી પણ ગીતાર્થગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી, એ જ શારાને ચારિત્રી તરીકે માન્ય છે. કેવી અદ્ભુત વાત, હરિભદ્રસૂરિજીએ ૧૮૦૦૦ શીલાંગોની વ્યાખ્યા તરીકે ગીતાર્થગુરુપારdય કહી દીધું. ઉપદેશમાલાકાર તો ચોખ્ખું કહે છે – ‘મા IIT બિલ થર’ - ગીતાર્થગુરુની આજ્ઞાનું પાલન એનું જ નામ યાત્રિ. હરિભદ્રસૂરિજી કહે છે કે જે અભિનિવેશથી ગીતાર્થગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. એ ઉલ્લંઘન એને ‘સાધુ ની કક્ષાથી ઉતારી દે છે. અને એના આ દોષનું પ્રાયશ્ચિત ‘મૂલ' જ હોઈ શકે. (નવેસરથી મહાવતોની ઉપસ્થાપનાથી જ તેની શુદ્ધિ થઈ શકે.) કારણ કે આજ્ઞા જ ચારિત્રનું જીવન છે. એ જાય, એટલે ચા િમરી પરવારે. એટલે જ પરમર્ષિએ શીલાંગવહન એ સર્વવિરતિ ધર્મ છે અને એ જ મોક્ષદાયક છે, એમ કહ્યું છે. હવે પરમર્ષિ આ ધર્મના સાધકનો પરિચય આપે છે. જેની ણ ગમાં સત્ત્વ-બ્લડગ્રુપનું લોહી વહેતું હોય, જેનું હદય સત્વથી ઠાંસી ઠાંસીને ભરેલું હોય, મોક્ષની અદમ્ય ઈચ્છાથી જે બધુ કરી છૂટવા

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64