Book Title: Sattvopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 59
________________ सत्त्वोपनिषद् द्वित्रास्त्रिचतुरा वापि, यदि सर्वजगत्यपि। प्राप्यन्ते धैर्य- गाम्भीर्या-दार्यादिगुणशालिनः ।।३८।। बाहुल्येन तदाभास- मात्रा अपि कलौ कुतः ?। बुसंप्रायैस्तु लोकोऽयं, पूरितो भवपूरकैः ।।३९ ।। ततश्चान्याय्यो गुणाऽऽग्रहविहितहेतुकतिरस्कार इत्याशयः । गुणशस्यदुष्कालः खलु कलिकालः। तस्मिन् जन्माप्यल्पपुण्यधनतापिशुनम् । અરે, આવા વાસ્તવિક ગુણવાન તો નહીં પણ જેમનામાં આવા ગુણોનો આભાસ થાય એવી વ્યક્તિઓ પણ આ કાળમાં મળવી દુર્લભ છે. કારણ કે આ દુનિયા તો ભૂંસા જેવા નિઃસાર લોકોથી ભરેલી છે. જન્મ મળ્યો છે તો એને ગમે તે રીતે પૂરો કરો - એવા ભવપૂરકોથી આ સંસાર ભરેલો છે. [૩૮-૩૯ILL | માટે બીજામાં ગુણો જ હોવા જોઈએ એવો આગ્રહ રાખીને કરેલો તિરસ્કાર ઉચિત નથી. કળિકાળ એટલે ગુણરૂપી ધાન્ય માટેનો દુષ્કાળ. તેમાં જન્મ થવો એ જ બતાવે છે કે પુણ્યધન અલા છે. જીવો કર્માધીન છે અને પોતાના દોષથી જ પ્રતિહત છે, પછી એમાં ગુણનો આગ્રહ કેમ રાખવો ? તેમના દોષોના કારણે પોતાની જાતને દોષિત બનાવવામાં કઈ બુદ્ધિમત્તા છે ? અને જે પોતાના દોષોથી જ દંડાય છે, તેને દંડવામાં શિષ્ટતા પણ ક્યાં છે ? દુનિયામાં કાંઈ પણ દેખાય એ પ્રાયઃ સર્વથા નિર્દોષ પણ નથી હોતું, અને સર્વથા નિર્ગુણ પણ નથી હોતું. હા, દૃષ્ટાનો પક્ષપાત કઈ તરફ છે, એ વાત અલગ છે. એટલે જો તમને તમારી આજુબાજુ સત્ત્વ વગેરે ગુણોની ખામી દેખાય તો દુર્ભાવ નહીં લાવતાં. તેની પ્રત્યે તિરસ્કારભર્યો વ્યવહાર નહીં કરતાં, પણ તમને દુનિયામાં જે બે-ચાર પણ ગુણવાન મળે 9૦૦ - -सत्त्वोपनिषद् कर्माधीनाश्च जन्तवः, स्वदोषनिहताश्च । कः खल्वेतेषु गुणाऽऽग्रहः ? का खलु तद्दोषेणात्मदुष्टीकरणे चातुरी ? का च निहतहनने शिष्टतेति । दृष्टं किमपि लोकेऽस्मिन्, न निर्दोषं न निर्गुण-मिति न्यायात् सर्वत्र गुणदोषसम्भवः, क्व द्रष्टुः पक्षपात इत्यन्यदेतत् । परगुणपरमाणून् पर्वतीकृत्य दर्शनं गुणसिद्ध्युपनिषत् परा। सहवासो नाकलह इति नीतिसूत्रम् । अत्रापवादपदं गुणानुरागवात्सल्यसहिष्णुतात्रितययुतसहवासः । तद्विरहे परदोषापादनं मोहः । कथञ्चित् એની જ ભરપેટ અનુમોદના કરજો. એટલું જ નહીં કોઈ પણ વ્યક્તિમાં જે પરમાણુ જેવો પણ ગુણોનો અંશ દેખાય એને તમે પર્વત જેવો સમજી તેની હૃદયથી અનુમોદના કરજો. કો’કે માર્મિક વાત કરી છે - માણસ મિત્ર સાથે પ્રેમથી રહી શકે છે. ભાઈ સાથે નહીં. આવું શું કારણ ? નીતિસૂત્ર કહે છે - ‘સવાસો નાન:' સાથે રહેવું અને કલહ ન થવો એ લગભગ શક્ય નથી. વાસણ હોય તો ખખડે. પણ એનાથી પરસ્પર વૈમનસ્ય - સંકલેશનું વાતાવરણ કેમ ઊભુ કરીએ ? પરમર્ષિની આટલી શીખ યાદ રાખીએ તો એ નીતિસૂત્રને ય ખોટું પાડી શકાય. આપણને સગાં-સંબંધી-ભક્તો માટે જેટલો પ્રેમ-સદ્ભાવ છે એટલો સહવર્તી સંયમીઓ પર ખરો ? એનો અંશ પણ ખરો ? એક વાર પ્રેમ રવાના થઈ જાય એટલે નજીવી વાતોમાં ય વાંકુ પડ્યા વિના ન રહે. ગુણાનુરાગભરી દૃષ્ટિ, પ્રેમ અને સહિષ્ણુતા હોય તો સ્વર્ગ ઉતરી આવે. આરાધનાનો ઉત્સાહ જાગે અને સંયમ જીવનનો ખરો આનંદ માણી શકાય. સંકલેશ થાય તો સમજી લેવું જોઈએ કે આપણામાં આ ત્રણ વસ્તુની ખામી છે. વાસ્તવમાં પરમર્ષિનો આશય ખૂબ ખૂબ ગંભીર છે. પરમર્ષિ બરાબર સમજે છે કે બળતું માથુ સહેવાનું સત્વ હજી કદાચ ફોરવી ૨. --- થા ૨, - કુમો રે. - તપાસપ્રા| ઉ- વૃધબTI

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64