Book Title: Sattvopnishada
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 36
________________ सत्त्वोपनिषद् RO 93 विवेकः । न हि संयतानुचितचैत्यादिप्रवृत्तावपि विषयाभिलाषदर्शनं प्रायः । उचितेषु तु समुद्रकारुणिकसंयतप्रवृत्तौ न कञ्चिद्दोषमुत्पश्यामः, किन्तु दुर्लभा सा। असम्भवश्चास्यां चाटुवृत्तेः, समुद्रत्वादेव । चाटुरिति स्वाचारभ्रंशो नीरसपुण्योदीरणं लाघवं धनमुख्यत्वमतिः कुवासनापोषः सङ्क्लेशनिमन्त्रणं વિષય છે - ભાવ. ઉતરાધ્યયન સૂત્રમાં શબ્દાદિ વિષયોની પરવશતાની જે ભયંકરતા બતાવી છે એવી જ ભયંકરતા ‘ભાવ” ની પરવશતાની પણ બતાવી છે. આ વિષયનો ત્યાગ કરવો સરળ નથી. વળી અહીં શુભાશુભનો વિવેક થવો પણ દુર્લભ છે, કારણ કે સંયતને અનુચિત એવી પણ ચૈત્યાદિની પ્રવૃત્તિ હોય, તેમાં - આ વિષયાભિલાષ છે - એવું પ્રાયઃ લાગતું નથી. શક્ય છે કે હું આયંબિલની ઓળીઓ કરતો હોઉં, શક્ય છે કે હું મિઠાઈ વગેરેનો સંપૂર્ણ ત્યાગી હોઉં, શક્ય છે કે હું સાવ મેલા કપડાં વગેરે ઉગ્ર આચારોનું પાલન કરતો હોઉં. પણ અનિન્દ્રિયમનને હું આધીન હોઈશ એટલે હું પણ ગૃહસ્થની ચાપલૂસી કર્યા વિના નહીં રહું. પછી ચાહે એમાં નિમિત પુસ્તકમુદ્રણ હોય, કે મારા ગુરુ કે મારા કોઈ પ્રસંગની ઉજવણી હોય.... કોઈ દેરાસરઉપાશ્રયાદિ કરાવવાની તમન્ના હોય કે કોઈ ક્ષેત્ર જોઈતું હોય... ચાહે ગમે તે નિમિત્ત હોય. શારાની દૃષ્ટિમાં મોટે ભાગે એ પણ વિષયાભિલાષ છે. હા, લોકસંજ્ઞાથી તદ્દન મુક્ત નિરાશસ ભાવે એક માત્ર કરુણા ને કલ્યાણની ભાવનાથી વિશિષ્ટ કાર્યોમાં મર્યાદાનુસાર નિમિત બની શકાય. પણ એવી યોગ્યતા-અધિકારાદિ કેટલામાં ? વળી એવી વ્યક્તિ કદી ગૃહસ્થોની ચાપલૂસી કરે નહીં. કારણ કે એ સમર્યાદ છે. એને એવું કરવાની જરૂર પણ પડે નહીં ? સાવ રસ-કસ વગરનાં રહ્યા-સહ્યા પુણ્યની ઉદીરણા કરી કરીને, -सत्त्वोपनिषद् च, परेयमात्मविडम्बना । संयतकृतधनोद्ग्राहणमिति श्रादहृदयस्थसंयमादृतिसंयतनिःस्पृहताशैलवज्राशनिः । ततश्च न काचिच्छुभाशा । न च स्वाभिप्रायसुन्दरं तदेव, आह च- 'सुन्दरबुद्धीइ कयं बहुयं पि न सुंदरं होइ' તા ततश्च प्रभावनादिमिथ्याभिमानः । यत्प्रयुक्ता बहुजनेषु जिनशासनપોતાના વેશનું અને પોતાનું લાઘવ કરાવીને, વાણી અને વિચારોના કેન્દ્રસ્થાને પૈસાને ગોઠવીને, ધર્મને નામે અનાદિના કુસંસ્કારોને પોષીને, હાથે કરીને ઉપાધિ- સંકલેશ-વિડંબના વહોરી લેવાનું આ આચરણ ગંભીરતાથી વિચારણીય છે. આવા આચરણથી સાધુસંસ્થા પ્રત્યેનો આદર અને તેમની નિઃસ્પૃહતા પ્રત્યેનો વિશ્વાસ તૂટી જાય છે. થોડા સમય પહેલા એક સંઘપ્રમુખની સાંભળેલ વાત, તેમનાં જ શબ્દોમાં - ‘આજે કોઈ પણ સાધુ હોય કે સાધ્વી. બધાં જ કોઈને કોઈ પ્રોજેક્ટમાં પડ્યાં છે. અમારે ત્યાં ય કામ ચાલે છે. મહારાજનો મારા પર ફોન આવે છે. અમારા સંસારની કોઈ પરવા નથી. આરાધનાની કોઈ પૃચ્છા નથી. ધર્મલાભ પણ નથી કહેડાવતા ને સીધું પુછાવે છે કે પ્રોજેક્ટનું શું થયું ?' ... વગેરે... વગેરે... | બધા પ્રોજેક્ટમાં પડ્યાં છે એ વાત ભલે સાયી ન હોય. હજારો હૃદયોના સદ્ભાવમાં ઓટ આવી છે, એ વાત તો સાચી કે નહીં ? અને એમનો સદ્ભાવ જો નષ્ટ થતો હોય તો એવી પ્રવૃત્તિથી કલ્યાણની આશા રાખવી નકામી છે. પોતાના અભિપ્રાયથી સુંદર હોય, એ વાસ્તવિક રીતે પણ સુંદર જ હોય એવું જરૂરી નથી. માટે જ ઉપદેશમાલામાં એવી પ્રવૃત્તિને ઉદ્દેશીને કહ્યું છે - આ સુદંર છે એમ સમજીને ઘણું ઘણું કરે, તો પણ એ સુંદર હોતું નથી. આ રીતે ‘શાસનપ્રભાવના' કર્યાનું મિથ્યાભિમાન રાખવા જેવું નથી. પૈસા ખચાવવા એ શાસનપ્રભાવનાની વ્યાખ્યા નથી.

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64