Book Title: Saptabhangi Naypradipa Prakarana Author(s): Yashovijay Upadhyay, Lavanyasuri Publisher: Jain Granth Prakashak Sabha View full book textPage 3
________________ પ્રકાશકીય નિવેદન સપ્તભંગી અને સાત નયોનો ટૂંકમાં બોધ આપતો “સપ્તભંગી નયપ્રદીપ પ્રકરણ” નામનો આ ગ્રંથ છે. તેના રચયિતા પૂજ્યપાદ જૈન ન્યાયના પ્રાણદાતા ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્દ યશોવિજયજી મહારાજ છે. તેમના જીવન અને કવન વિશે કેટલાયે વિદ્વાનોએ ખૂબ પ્રકાશ પાડ્યો છે તેથી એ સંબંધે પિષ્ટપેષણ કરવાની જરૂરત નથી. છતાં ન્યાયના પ્રખર પાંડિત્ય વિશે એટલું કહેવું જરૂરી છે કે તેમણે કાશીના સમર્થ બ્રાહ્મણ પંડિતો સાથેના શાસ્ત્રાર્થમાં જીત મેળવવાથી એ જ પંડિત મંડલીએ ન્યાયવિશારદ'ની પદવીથી તેમને વિભૂષિત કર્યા હતા અને ન્યાયના એકસો આઠ ગ્રંથો બનાવ્યા બાદ “ન્યાયાચાર્ય”ના બિરુદથી નવાજ્યા હતા. તેમની કસાયેલ વિદ્રોગ્ય કલમથી લખાયેલ આ ગ્રંથ આધુનિક પ્રજાને ટીકા વિના સાંગોપાંગ સમજવો મુશ્કેલ હતો, તેથી પૂજ્યપાદ શાસનસમ્રા સર્વતન્ત્ર સ્વતન્ન સૂરિચક્ર ચક્રવર્તી આચાર્ય મહારાજાધિરાજ શ્રીમદ્ વિજયનેમિસૂરી. શ્વરજી મહારાજશ્રીના પટ્ટાલંકાર વ્યાકરણવાચસ્પતિ, કવિરત્ર, શાસ્ત્રવિશારદ પૂજ્ય આચાર્યવર્ય શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મહારાજશ્રીએ વિદ્રતસમાજ તેમજ તત્ત્વજિજ્ઞાસુ તત્ત્વરસિક જીવને તત્ત્વનો બોધ આપનારી બાલધિની” નામની વિવૃત્તિ-ટીકા રચી, આ સપ્તભંગી-નયપ્રદીપ ગ્રંથને સુગમ બનાવ્યો છે. તેને અમે સહર્ષ પ્રકાશિત કરીએ છીએ. મૂળ ગ્રંથ અપ્રતિમ પ્રતિભાશાલી છે, એ વાત તો નિ:શંક છે. પરંતુ ટીકાકાર મહર્ષિએ પણ તેના ઉપર તલસ્પર્શી વિશદ આલબોધિની વિવૃત્તિ રચી, પોતાની પ્રકાંડ પ્રતિભાને વ્યક્ત કરી છે; જે સાદ્યન્ત સૂમેક્ષિકાથી નિરીક્ષણ કરનારને સહેજે ખ્યાલમાં આવે તેમ છે; એટલું જ નહિ પરંતુ “બાબોધિની” વિવૃત્તિની સાર્થકતાનો સાક્ષાત્કાર થયા વિના રહેતો નથી. જેને ન્યાયની સાહિત્ય સૃષ્ટિમાં આ ગ્રંથ અનેરો પ્રકાશ ફેકે છે. આ ગ્રંથ-રત્નાકરમાં કયાં કયાં વિષયરો ક્યાં ક્યાં છે, તેની જિજ્ઞાસાવાળા મહાનુભાવોને વિશાળકાય વિષયાનુક્રમણિકાનું નિરીક્ષણ કરવા ભલામણ કરીએ છીએ; જેથી ગ્રંથને ટીકાની મહત્તાનો ખરો ખ્યાલ આવી શકશે. પૂજ્ય વિદ્વાન મુનિશ્રી મહિમાપ્રવિજયજી મહારાજે પ્રેસ કોપી મેળવવા વગેરેમાં જે પરિશ્રમ ઉઠાવ્યો છે, તે માટે અને પ્રસ્તુત ગ્રંથનું સાઘન્ત પ્રફ વગેરેનું સંશોધન કાર્ય, વ્યાકરણતીર્થ છે. અંબાલાલ પ્રેમચંદ શાહે, જે કુશળતાથી કરેલ છે તે ધન્યવાદને પાત્ર છે.*Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 138