Book Title: Sanskrit Bhashanu Vyakaran
Author(s): Jethalal Govardhan Shah
Publisher: Gujarat Oriental Book Depot

View full book text
Previous | Next

Page 7
________________ '' આશા રાખવામાં આવે છે, કે આ પુસ્તક ગુજરાતી ભાષાધારા સંસ્કૃત શીખનાર વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડશે. એ તો અનુભવસિદ્ધ વાત છે, કે વિદ્યાર્થીઓને સંસ્કૃત ભાષાનું વ્યાકરણ અંગ્રેજીદ્વારા શીખવવામાં આવે, તેને બદલે માતૃભાષાકારા શીખવવાથી તેઓ વિષયને સત્વર ગ્રહણ કરી શકે છે. કોઈપણ નવી ભાષાનું વ્યાકરણ પરભાષાદ્વારા શીખવવું એ જેટલું કૃત્રિમ છે તેટલું જ વિચિત્ર પણ છે! વિદ્યાર્થીઓની માતૃભાષાદ્વારા જ કોઈપણ ભાષાનું વ્યાકરણ શીખવવામાં આવે, તો વિદ્યાર્થીઓ તેને જલદી ગ્રહણ કરી શકે છે. સંસ્કૃત ભાષા આપણા દેશની અતિ પ્રાચીન સમયની ભાષા છે, અને તેનું વ્યાકરણ વિદ્યાર્થીઓ પરભાષાઢારા શીખે એ કેટલું હાસ્યાસ્પદ છે! આવા વિચારથી પ્રેરાઈને આ વ્યાકરણ ગુજરાતી ભાષામાં યોજ્યું છે. છે. રા. ટ્રેનિંગ લેજની પ્રેકિટસિંગ સ્કૂલના શિક્ષક રા. દલસુખરામ ચુનીલાલ ત્રિવેદીએ ઘણું જ કાળજીથી તથા અથાગ પરિશ્રમ લઈને કુફરીડિંગનું કાર્ય બનાવ્યું છે, તે માટે હું તેમનો આભાર માનું છે. તેમની સેવા આ કાર્યમાં ઘણું જ કીમતી નીવડી છે. અંતમાં ગુજરાતના અગ્રગણ્ય વિદ્વાન અને સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત, એક વખત ગુજરાત કોલેજના સંસ્કૃતના ફેસર, અને હાલમાં કાશી-વિદ્યાપીઠની કોલેજના પ્રિન્સિપાલ આનંદશંકર બાપુભાઈ ધ્રુવન મારે ખાસ ઉપકાર માનવાનું છે. પુસ્તકનું મુદ્રણકાર્ય સંપૂર્ણ થયા પછી તેમને દેખાડવામાં આવ્યું હતું. તેઓશ્રીએ પુરતક જેઈને કેટલીક સૂચનાઓ આપી હતી, તેને અનુસરીને છેવટનું પ્રકરણ પણું અને શુદ્ધિપત્ર ઉમેરવામાં આવ્યું છે. આ કીમતી સલાહ માટે હું તેઓશ્રીનો ખાસ ઉપકૃત છું. વળી એક રીતે તેઓશ્રી તરફ મારું અંગત ઋણ પણ છે, અને તે એ કે મારાં કોલેજનાં વર્ષો દરમિયાન સંસ્કૃત ભાષા તરફ મને વિશેષ પ્રીતિ કરાવનાર તેઓશ્રી છે. તેમણે ઉત્પન્ન

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 492