Book Title: Sanskrit Bhashanu Vyakaran Author(s): Jethalal Govardhan Shah Publisher: Gujarat Oriental Book Depot View full book textPage 6
________________ જવામાં આવ્યું છે. આ પુસ્તક તૈયાર કરતા પહેલાં જૂના શાસ્ત્રીય ગ્રંથો તેમજ આંગ્લ ભાષામાં લખાયેલા નવા ગ્રંથમાંના કેટલાકને મેં ખાસ જોયા છે, અને તે બધાની પદ્ધતિને અભ્યાસ કરીને તેના સાર રૂપે મારી સ્વતંત્ર યોજના પ્રમાણે આ વિષયને અહીં રજૂ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે, તેમ છતાં આ પુસ્તકની જનામાં પુરોગામી ગ્રંથની અસર દેખાય એ સ્વાભાવિક છે. વળી વ્યાકરણશાસ્ત્રને ગ્રંથ એ કંઈ કલ્પનાજન્ય ગ્રંથ નથી; એમાં તે મૂળના આધારે જ ચાલવું પડે, એટલે અહીં જૂના તેમજ નવા ગ્રંથની ઓછીવત્તી અસર જણાશે, તે માટે તે તમામનું ત્રણ મારે સ્વીકારવું જોઈએ. આ ગ્રંથને બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ વિભાગમાં ૧૯ પ્રકરણ યોજ્યાં છે, અને દ્વિતીય વિભાગમાં સંસ્કૃત લેખનવિચારનાં ૫ પ્રકરણે જ્યાં છે. એમાં પ્રથમ વિભાગ સવિસ્તર છે, અને દ્વિતીય વિભાગ સંક્ષિપ્ત છે. જો કે પ્રો. આપ્ટેની ગાઈડ ટુ સંસ્કૃત લિટરેચર ” ની પેઠે લેખનવિચારને વિભાગ વિસ્તારપૂર્વક ચર્ચવામાં આવ્યો હત, તે તે બહુ ઉપયોગી થઈ પડત; પણ પુસ્તકનું કદ ધાર્યા કરતાં વધી જવાના સબબે દ્વિતીય વિભાગ ટૂંકામાં પતાવ્યો છે. બાકીનાં તમામ પ્રકરણો શિક્ષકે તથા વિદ્યાર્થીઓની દષ્ટિએ લખવામાં આવ્યાં છે. મુખ્યત્વે માધ્યમિક શાળામાં ભણતા વિદ્યાર્થીઓને માટે જ આ પુસ્તકની પેજના કરેલી છે, તેમ છતાં જૂની ઢબથી ચાલતી પાઠશાળાઓના વિદ્યાર્થીઓને પણ તે ઉપયોગી થઈ પડશે એમ મારું માનવું છે. “શબ્દસિદ્ધિ નું પ્રકરણ ૧૭મું માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને ઉપયોગી નથી, છતાં સંસ્કૃત ભાષાના વ્યાકરણમાં તેને સ્થાન મળવું જોઈએ એમ માનીને જ અહીંયાં તે પ્રકરણ આપ્યું છે. રા. કાલેએ પણ તેનો વિચાર કર્યો છે.Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 492