Book Title: Sanskrit Bhashanu Vyakaran
Author(s): Jethalal Govardhan Shah
Publisher: Gujarat Oriental Book Depot

View full book text
Previous | Next

Page 5
________________ રાવબહાદુર કમળાશંકરભાઈએ પણ “સંસ્કૃત શિક્ષિકા” નામના પુસ્તકની યોજના નવીન ઢબે કરી, અને વ્યાકરણના વિષયને વિદ્યાર્થીઆલમ માટે હસ્તામલકવત કરી આપ્યો. આ પુસ્તકમાં સાહિત્ય અને વ્યાકરણ એ બંનેનું મિશ્રણ જોવામાં આવે છે, અર્થાત એમાં સાહિત્યની દૃષ્ટિથી જ વ્યાકરણના વિષયને સ્થાન આપવામાં આવેલું છે, અને તેટલા માટે એમાં વ્યાકરણના વિષયને કેટલેક અંશે ટૂંકાવી દેવામાં આવ્યો છે. પરંતુ ડૉ. કિહેને, શ્રીયુત ધર્મરાજ નારાયણ ગાંધીએ, અને રા. મેરેશ્વર રામચંદ્ર કાલેએ સંસ્કૃત ભાષાના વ્યાકરણનો વિશેષ પ્રચાર કરવાને સ્વતંત્ર ગ્રંથો રચ્યા. શ્રીયુત ગાંધીએ કેવળ સંસ્કૃત ભાષાના ધાતુઓને જ પિતાના પુસ્તકમાં સ્થાન આપ્યું છે, અને ઘણું જ વિસ્તારથી તે વિષય રજૂ કર્યો છે. ડ૦ કિહેને અને રા. કાલેએ વ્યાકરણના તમામ વિષયોનો વિચાર કરેલો છે. તેમાં પણ રા. કાલેનાં “હાયર સંસ્કૃત ગ્રામર” અને “ઍલર સંસ્કૃત ગ્રામર ” ની યોજના વિદ્યાર્થીઓ માટે તેમજ સંસ્કૃત ભાષાના ઇતર અભ્યાસ માટે ઘણી જ આકર્ષક અને સંગીન થઈ પડેલી જોવામાં આવે છે, અને તેથી કરીને તે પુસ્તકનો વિદ્યાર્થીઓમાં ઘણો જ પ્રચાર થયેલો છે. મૂળ સંસ્કૃત વ્યાકરણનાં સૂત્રોને સ્થળે સ્થળે ઉલ્લેખ કરીને રા. કાલેએ વિદ્યાર્થીઓની જરૂરિયાતોને લક્ષ્યમાં લઈને આખું વ્યાકરણ છે, તે માટે ખરેખર વિદ્યાર્થીઆલમ તેમની ઉપકૃત છે. માત્ર એટલું જ કે રા. કાલેનું વ્યાકરણ મૂળ અંગ્રેજીમાં હેવાથી અંગ્રેજી નહિ જાણનારા તેને લાભ લઈ શકતા નથી. હાલમાં મુંબઈ યુનિવર્સિટીએ મૅટ્રિક્યુલેશનની પરીક્ષાના ઉમેદવારને સંસ્કૃત ભાષાના પ્રશ્નપત્રના ઉત્તરો માતૃભાષામાં લખવાની છૂટ આપી છે, પણ સંસ્કૃત ભાષાનું કેવળ વ્યાકરણને જ લગતું કોઈ પણ પુસ્તક ગુજરાતી ભાષામાં થયું નથી; એથી કરીને આ પુસ્તક

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 492