Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 152
________________ णाइमत्त पाण भोयण भोइ से निग्गंथे। ૧૪૩ વિષય હોય છે. ભાતભાતની વાનગી પોતે આરોગે અને ભક્તોએ પોતાને ધરાવેલા થાળોમાંથી વિવિધ વાનગીઓ ભક્તોને પ્રસાદરૂપે ખવડાવે. કેટલીક વાર તો ભક્તભક્તાણીના મોંઢામાં તેઓ સ્વહસ્તે મૂકે છે. ધાર્મિક આનંદોત્સવ સાથે મિષ્ટ વાનગીઓ સંકળાયેલી છે. ભક્તો-ભક્તાણીઓ ગુરુજીને ખવડાવે અને ઉચ્ચ સ્વરે તાળીઓ સાથે ગાયઃ હસતાં, હસતાં ખાય, ગુરુજી મારા, હસતાં હસતાં ખાય !” મનભાવતી વાનગીઓથી ધરાઇને પેટ ભરવું એ કેટલાક સંપ્રદાયોના ઉત્સવોનું-ગુરુમહિમાનું એક લક્ષણ છે. આવા પંથોમાં ભક્તો જ ગુરુજીને ખવડાવી ખવડાવીને અતિશય હૃષ્ટપુષ્ટ બનાવી દે છે, એટલું જ નહિ, મધુપ્રમેહના રોગનો ભોગ પણ બનાવી દે છે. વળી વારંવાર મિષ્ટાન્ન આરોગવાને કારણે ગુરુજીની વાસનાઓ પણ બહેકવા લાગે છે અને એમાંથી કેટલાક અનર્થો સર્જાય છે. શરીરમાં ગયેલો અન્નનો દાણો એનું કાર્ય કર્યા વગર રહેતો નથી. કેટલાક પ્રકારનું ભોજન તામસી ગણાય છે. એ ખાવાથી તામસી પ્રકૃતિ વધે છે, એટલે કે કામ, ક્રોધ, દ્વેષ, પ્રમાદ ઇત્યાદિ વધે છે. આથી સંયમના સાધકો માટે એવી ભોજનસામગ્રી વર્ષ ગણાય છે. સાંજનું મિષ્ટાન્નયુક્ત ભારે ભોજન વાસનાને ઉશ્કેરી શકે છે. જેઓ ધ્યાન ધરવા ઇચ્છતા હોય તેઓએ તો સાંજના ભોજન ન કરવું જોઇએ અથવા હળવું ભોજન લેવું જોઇએ. ગરિષ્ઠ ભોજન જમ્યા પછી ધ્યાન સારું થઈ શકતું નથી. ધ્યાન નિદ્રામાં પરિણમે છે. સ્નિગ્ધ ભોજન કામવિકારનું, પ્રમાદનું કારણ બની શકે છે. એટલા માટે જૈન મુનિઓ એવા પ્રકારના આહારનો યથાશક્તિ ત્યાગ કરે છે. દસર્વકાલિક સૂત્રમાં કહ્યું છે પણં વન -સ્નિગ્ધ રસનો ત્યાગ કરવો. દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને કડા (કડાઇમાં તળેલી વાનગી) એ છને વિગઇ (વિકૃતિ પરથી) કહેવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178