Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 161
________________ ૧૫૨ સાંપ્રત સહચિંતન-ભાગ ૧૫ પોતે પણ એ બાબતમાં વિચાર કર્યો છે અને એ બધું પુસ્તક સ્વરૂપે પ્રગટ કરવાનું કાર્ય થઈ રહ્યું છે. મહારાજશ્રીનાં કેટલાંક લખાણો ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત થયાં છે. તાજેતરમાં જ ‘અધ્યાત્મ બિન્દુ’ નામનો સંસ્કૃત ગ્રંથ ટીકા સાથે એમણે સંપાદિત કરીને પ્રકાશિત કર્યો હતો. અગાઉ ‘શતકસંદોહ’માં એમણે વિવિધ શતકકૃતિઓ ગુજરાતી અનુવાદ સાથે પ્રકાશિત કરી હતી. એમના વિવિધ વિષયના ૨૫ જેટલા લેખો ‘રત્નના દીવા’ નામના પુસ્તક રૂપે પ્રગટ થયા છે. એમણે પૂ. પં. શ્રી પદ્મવિજય ગણિવર જૈન ગ્રંથમાળા ચાલુ કરી હતી જેમાં અત્યાર સુધી ‘માંગલ્યદીપ’, ‘ભવભાવના’, ‘કથાકલ્પવેલી’ વગેરે એમના ૪૦ થી વધુ ગ્રંથો પ્રકાશિત થયા છે. લેખનમાં મહારાજશ્રીની ભાષા-શૈલી અત્યંત સરળ, રોચક અને સ્પષ્ટ રહી છે. એમનાં લખાણો વારંવાર વાંચવા ગમે એવાં છે. વળી એમણે પોતે પણ કહ્યું છે કે ‘કોઇ પણ ધાર્મિક પુસ્તકોના વાંચનમાં એટલું સમજી લેવું જોઇએ કે આ પુસ્તકો નવલકથા જેવાં નથી. આવાં પુસ્તકો સ્વસ્થ બની, શાંત ચિત્તે, ખૂબ ધીમી ગતિએ વાંચવાનાં હોય છે. આવું સાહિત્ય એક વાર વાંચીને મૂકી ન દેવાય, પણ વારંવાર વાંચવું જોઇએ. સમજમાં ન આવે તેવી વાતોનું કોઈ જ્ઞાની ગુરુ ભગવંત પાસે જઈ સમાધાન મેળવવું જોઇએ.' અંતરાયકર્મ અને અશાતાવેદનીય કર્મના આવા ઉદય વખતે પણ સ્વસ્થતા, પ્રસશતા, સમતા, શાસનચિંતા વગેરે ગુણો મહારાજશ્રીએ સહજ રીતે જે ધારણ કર્યા હતા તે આશ્ચર્ય પમાડે એવા હતા. એમના ચહેરા પર એ બધાંનું તેજ સતત વરતાતું. સાચી સાધુતા એમના દ્વારા દીપી ઊઠતી. પ. પૂ. શ્રી ભવ્યદર્શનવિજયજીએ પોતાના ગુરુ ભગવંતની જે નિષ્ઠાપૂર્વક, અંતરની લાગણીથી સેવાચાકરી કરી છે અને ગુરુ ભગવંતની અંતિમ ક્ષણ સુધી જે વૈયાવચ્ચ કરી છે તે અત્યંત For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178