Book Title: Samprat Sahchintan Part 15
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 170
________________ संसम्गि असाहु राइहिं । ૧૬૧ ઠીક ન જણાયું. રાજાનો માનભંગ થયો હોય એવું લાગ્યું. રાજાને એમના માણસો સાથે આચાર્ય બધા વર્ગોમાં લઈ ગયા. પણ હેટ ઉતારી નહિ. મુલાકાત પૂરી થઈ. સૌનો અભિપ્રાય એવો પડ્યો કે શાળા શ્રેષ્ઠ છે, પણ આચાર્યની ગેરશિસ્ત ગંભીર છે. એ ગેરશિસ્તને ગુનો ગણીને શિક્ષા કરવી જોઇએ. પણ એ પહેલાં આચાર્ય પાસે ખુલાસો માગવો જોઇએ. આચાર્યને બોલાવવામાં આવ્યા. હેટ ન ઉતારવાનું કારણ પૂછવામાં આવ્યું. આચાર્યે કહ્યું, “રાજાસાહેબ માટે મને અપાર માન છે. પણ મારા વિદ્યાર્થીઓમાં એવી છાપ ન પડવી જોઇએ કે રાજા શિક્ષક કે આચાર્ય (વિદ્યાગુરુ) કરતાં મહાન છે. એમ થાય તો જીવનમાં એમનાં મૂલ્યો બદલાઈ જાય. અને પ્રજા ખમીરવંતી ન બની શકે.” આચાર્યના ખુલાસાથી રાજાને અને બીજાઓને આનંદ થયો અને ઇંગ્લંડની ભાવિ પેઢીને સારી રીતે ઘડવા માટે આચાર્યને અભિનંદન આપ્યા. રાજાઓ, રાજ્યકર્તાઓ સાથેનો સંબંધ મુનિ મહારાજ માટે વ્યવહારદષ્ટિએ ગમે તેટલો ઉપયોગી હોય તો પણ અંતે તો ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું છે તે જ સાચું છે અને તે જ લક્ષમાં રાખવું જોઇએ. મુનિ મહારાજ માટે એ જ હિતાવહ છે. રાજ્યકર્તાઓ સાથેનો સંબંધ અસમાધિનું મોટું નિમિત્ત બને છે એ વાત નિર્વિવાદ છે. એમાં પોતાનું અંતઃકરણ એ જ સાક્ષી છે.” માત્ર મોક્ષ અભિલાષ થી જેઓએ દીક્ષા લીધી છે તેઓ તો આ વાતને તરત કબૂલ કરશે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “જ્ઞાનસાર'માં કહ્યું છેઃ प्राप्तं षष्ठं गुणस्थानं भवदुर्गादिलङ्गनम् । लोकसंज्ञारतो न स्यान्मुनिर्लोकोत्तरस्थितिः ॥ | [ સંસારરૂપી વિષમ પર્વતનું ઉલ્લંઘન કરવારૂપ છઠ્ઠા (સર્વવિરતિ) ગુણસ્થાનકને પામેલા એવા, લોકોત્તર માર્ગમાં રહેલા મુનિ લોકસંજ્ઞામાં રાગ ન કરે.] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178