Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 73
________________ ફાગુનો કાવ્યપ્રકાર પ્રકૃતિની લીલા અપરંપાર છે. મનુષ્યજીવનના ઘડતરમાં પ્રકૃતિનાં તત્ત્વો પણ મહત્ત્વના પરિબળ તરીકે કામ કરે છે. મનુષ્યની ચામડીનો વર્ણ, આંખ, નાક, કાન, વાળ સહિત મનુષ્યની મુખાકૃતિ, શરીરનો બાંધો અને ઊંચાઈ વગેરે તો પ્રકૃતિના નિયમ પ્રમાણે, સ્થળ અને કાળની પરિસ્થિતિ અનુસાર રહે છે. મનુષ્યની આંતરિક ચેતનાના પ્રાદુર્ભાવ અને વિકાસનો આધાર પણ કેટલેક અંશે પ્રકૃતિ પર રહે છે. કુદરતમાં ઋતુચક્રો એના ક્રમ પ્રમાણે ચાલે છે. સૂર્ય, ચંદ્ર, નક્ષત્રો, વાયુ, વાદળાં પોતપોતાના નિયમ પ્રમાણે કામ કરે છે અને એનો પ્રભાવ મનુષ્ય ઝીલે છે. ઋતુઓનું પરિવર્તન નિયમાનુસાર થાય છે. પ્રત્યેક ઋતુ એના સ્વાભાવિક સ્વરૂપમાં સોહામણી છે. ઋતુપરિવર્તન થતાં, નવી ઋતુનું આગમન થતાં માનવચિત્તમાં ઉલ્લાસ જન્મે છે. વર્ષા, શીતલતા, ઉષ્ણતા એના નૈસર્ગિક સહજ ક્રમિક સ્વરૂપમાં આવકાર્ય બને છે, ઉલ્લાસપ્રેરક થાય છે, પણ એની અતિશયતામાંથી મુક્ત થવાનું મનુષ્યને મન થાય છે. અતિશયતા ક્યારેક સંહારક સ્વરૂપ પણ ધારણ કરે છે. ઋતુઓમાં વસંત ઋતુને ઋતુઓના રાજા તરીકે ગણવામાં આવે છે. ગીતામાં કહ્યું છે : ઋતુ કુસુમારિક | મનુષ્યની પ્રવૃત્તિઓને સ્થિગિત કરી નાખનારી અસહ્ય ઠંડી પછી વાતાવરણમાં જ્યારે ધીમે ધીમે ઉષણતાનો સંચાર થાય છે ત્યારે માણસનું મન આનંદથી નાચી ઊઠે છે. શિયાળામાં વૃક્ષો પરથી પાંદડા ખરવા લાગે છે. પરંતુ વસંતઋતુનું આગમન થતાં વૃક્ષો નવપલ્લવિત થવા લાગે છે. વનરાજ ખીલે છે. કેટલાંક પુષ્પો તો આ તુ દરમિયાન મઘમઘે છે. આશ્રમંજરીની તીવ્ર સુગંધ ચિત્તને ભરી દે છે. કોયલ એનાથી પ્રભાવિત થઈ આખો વખત ટહુકાર કરે તેમાં નવાઈ નથી. વસંતઋતુના વાયુમાં અને એના સંચારમાં જ કંઇક અનોખું તત્ત્વ છે જે ચિત્તને હરી લે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194