Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 184
________________ काले कालं समायरे । ૧૭૫ હોત. વળી એટલો સમય બરબાદ ન કર્યો હોત. ભૂતકાળ પર નજર ફેરવતાં દરેક વ્યક્તિને થોડુંઘણું એવું લાગવાનું જ કે પોતાનો અમુક સમય ખોટી રીતે બગડી ગયા હતો. સમયની બાબતમાં સભાન રહેવું એનો અર્થ એ નથી કે સમય સાચવવા સતત ચિંતિત રહેવું. સમયની બાબતમાં સમજણપૂર્વક સભાન હોવું તે એક વાત છે અને ઉતાવળિયા થવું, રઘવાટ કરવો, તંગ થઇ જવું, ચિંતિત થઈ જવું તે બીજી વાત છે. માણસે સમયને દાસ બનાવવો જોઇએ. એના પોતે ગુલામ ન બનવું જોઇએ. કેટલાક લોકો સમય સાચવે છે, ઘડિયાળના ટકોરે બધું કરે છે, પણ એમના જીવનમાં કોઇ પ્રગતિ કે શાન્તિ દેખાતી નથી. વર્તમાન જગતમાં Time Stress ઘણા માણસો અનુભવે છે અને એથી હૃદયની બીમારીના કે માનસિક તનાવના, ડિપ્રેશનના ભોગ બની જાય છે. જેમ સમયની સભાનતાની જરૂર છે તેમ નિરાંતની પણ એટલી જ જરૂર છે. કહ્યું છે ઃ What is this life full of care, If there is no time to stand and stare. એટલા માટે જ એક લેખકે કહ્યું છે કે To do great work a man must be idle as well as very industrious. zalj તાત્પર્ય એ છે કે સ્વસ્થતા, સંયમ, ધીરજ, ધૈર્ય વગેરે સદ્ગુણો કાળના સ્વરૂપને સમજવામાં અને એનો વધુમાં વધુ લાભ લેવામાં ઉપયોગી નીવડે છે. આપણે જોઇએ છીએ કે દંભી માણસો પોતાની મોટાઇ બતાવવા માટે બીજાની સાથે સરખી વાત કરતા નથી. સમય વિશેની તેમની કૃત્રિમ સભાનતામાં એમનું મિથ્યાભિમાન ડોક્યિાં કરતું હોય છે. પોતાને જરા પણ ફુરસદ નથી એવું બતાવીને ભાગનારા પછી સમય પસાર કરવા માટે વલખાં મારતા હોય છે. માણસ સમયની બાબતમાં સતત સભાન હોય અને છતાં એની સભાનતા બીજાને કળાતી ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194