Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 185
________________ ૧૭૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ હોય અને એના વર્તનને જરા પણ કૃત્રિમ ન બનાવતી હોય તેવા માણસોએ કાળના મર્મને પચાવ્યો છે એમ કહી શકાય. કડિ ઘડિયાળ પહેરી હોય છતાં અનેક માણસો પોતાનો કિંમતી સમય વેડફી નાખે છે. જાણે કેટલો સમય વેડફાઇ ગયો એ જાણવા માટે જ ઘડિયાળ ન પહેરી હોય ! જો કે એ જાણવાની દરકાર પણ કેટલાને હોય છે? વસ્તુતઃ સમયને પારખવા માટે પોતાની પાસે ઘડિયાળ હોવી જરૂરી નથી. અનેક અપરિગ્રહી સાધુસંતો પાસે ઘડિયાળ નથી હોતી, પરંતુ સમયનો ખ્યાલ આપણા કરતાં તેમને વધુ હોય છે. સમય એમની આસપાસ સતત રમતો હોય છે. કોઈક મહાત્માઓને તો એવો મહાવરો થઈ ગયો હોય છે કે તેઓ કહે તે સમય સાચો જ હોય. કદાચ ઘડિયાળ ખોટી પડે, પણ તેઓ ખોટા ન પડે. જીવનમાં ભૌતિક સિદ્વિઓમાં કાળનું મહત્વ હોય કે ન હોય, આધ્યાત્મિક સિદ્ધિઓ માટે કાળનું મહત્ત્વ અનિવાર્ય છે. એક ક્ષણનો પણ પ્રમાદ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. મેળવેલી આધ્યાત્મિક સિદ્ધિઓને સ્થિર રાખવા માટે નિરંતર અપ્રમત્તાવસ્થા જરૂરી છે. એટલા માટે જ ભગવાન મહાવીરે ગૌતમસ્વામીને વારંવાર કહ્યું હતું કે હૈ ગૌતમ ! “સમય” માત્રનો પ્રમાદ ન કરશો. સમય જોયમ મા પથR | કાળ સાપેક્ષ છે. સૂર્યચંદ્ર કરે છે માટે કાળ ફરતો દેખાય છે, પણ અંતરીક્ષમાં એવાં પણ સ્થળો છે કે જ્યાં કાળ થંભી ગયેલો લાગે. જેઓની આત્મસ્વભાવમાં રમણતા છે ત્યાં કાળ જાણે સ્થિર થઇ ગયો હોય એવી સૂક્ષ્માનુભૂતિ થાય છે. જ્યાં ત્રિકાળ જ્ઞાન છે, કેવળજ્ઞાન છે ત્યાં ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળનું જ્ઞાન એકરૂપ હોય છે, યુગપ હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 183 184 185 186 187 188 189 190 191 192 193 194