Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 183
________________ ૧૭૪ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ જે પ્રજા પોતાના માનવ કલાકોનો બરાબર સદુપયોગ કરી લે છે તે પ્રજા શીઘ્રતાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરી લે છે. સમાજવ્યવસ્થા અને અર્થવ્યવસ્થા બરાબર ગોઠવાયેલી હોય તો મનુષ્યને પોતાના કલાકોને સાર્થક કરવાનું સૂઝે છે અને આવડે છે. સમૃદ્ધ દેશોમાં માણસો પોતાના પ્રત્યેક કલાકનો વિચાર કરે છે. નિયમિતતા અને સમયપાલનની ચુસ્તતા પર ભાર ત્યાં મૂકવામાં આવે છે. બીજાનો સમય બગાડવાનો પોતાને અધિકારી નથી એવી પ્રામાણિક સભાનતા તેઓ ધરાવે છે. પછાત, અર્ધવિકસિત દેશોમાં ઠેર ઠેર માણસો નવરા બેઠા હોય છે, ગામગપાટા મારતા હોય છે અને નિંદાકુથલીમાં કે યુદ્ધ બાબતોમાં પોતાનો અને બીજાનો સમય વેડફી નાખતા હોય છે. એ વેડફાયેલા કલાકોનું સ્વૈચ્છિક આયોજન જો થાય તો પણ કેટલાંયે વિકાસ-કાર્યો સહેલાઈથી થઈ શકે. - વર્તમાન વિશ્વ સમયની બાબતમાં ઉત્તરોત્તર વધુ સભાન થતું જાય છે. અવકાશ સંશોધનમાં, અણુક્ષેત્રમાં, ક્ષેપકાસ્ત્રો (Missiles) વગેરેમાં કલાક અને મિનિટ ઉપરાંત સેકન્ડની પણ વિચારણા થાય છે. રમતગમતના વિક્રમોમાં સેકન્ડનો તફાવત મહત્ત્વનો બની જાય છે. ઔદ્યોગિક ઉત્પાદનોમાં સમય કેવી રીતે ઘટાડાય કે જેથી ઉત્પાદનની પડતર કિંમત ઓછી થાય અને નફો વધુ થાય એની વિચારણા થાય છે. કાળની ગતિ સમ છે પણ મનુષ્યને એની ગતિ વિષમ લાગવાનો સંભવ છે. મિલનનો સમય ટૂંકો લાગે અને વિરહકાળ દીર્ધ લાગે. દુખમાં દહાડા લાંબા લાગે. કેટલીક ઘટનાઓ વર્તમાનમાં જેટલી મોટી લાગતી હોય તે થોડો કાળ વીત્યા પછી કેવી ગૌણ કે શુદ્ર બની જાય છે ! ક્યારેક તો વહી ગયેલો કાળ જ નવી પરિસ્થિતિનો સાચો વાસ્તવિક ખ્યાલ આપે છે. એ પરિસ્થિતિની પહેલેથી ખબર હોત તો પોતે જે કાર્ય કર્યું તે ન ક્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194