Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 158
________________ એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૪૯ વામાં આવે છે. “એક ગોળી એક દુશ્મન' એ એમનું ધ્યેય હોવું જોઇએ. પોતાની ગોળી નિરર્થક વેડફાઈ જવી ન જોઇએ. છૂટેલી ગોળીએ દુશ્મનનો જાન લેવો જોઈએ. યુદ્ધભૂમિ ઉપર દુશ્મન દેખાતાં જ ગભરાટને કારણે કે ઉતાવળને કારણે કે અનિશ્ચિતતાને કારણે દુમન ઉપર કોઈ સૈનિકો તરત ગોળીબાર કરી બેસે તો તેનું માથું પરિણામ આવવાનો સંભવ છે. દૂર હોય ત્યારે તેના ઉપર છોડેલી ગોળીનું જોર અમુક અંતર પછી નબળું પડવાને કારણે દુશમનને તે લાગવાનો સંભવ નથી. પરંતુ એથી દુશમન ચેતી જઈને પોતાની ભૂહરચના બદલી કાઢે એવો સંભવ રહે છે. એથી જ્યાં સુધી સેક્શન કમાન્ડર હુકમ ન કરે ત્યાં સુધી સૈનિકોએ ગોળીબાર કરવાનો હોતો નથી. હુકમની બાબતમાં ગેરસમજ ન થાય અને ગોળીઓનો દુર્વ્યય ન થાય એ માટે ગોળીબારના હુકમની પણ એક વ્યવસ્થિત પદ્ધતિ હોય છે. એ અંગેની શિસ્ત માટે બહુ જ કડક આગ્રહ રાખવામાં આવે છે. સેક્શન કમાન્ડરે દિશા, અંતર, મદદરૂપ નિશાની અને સેક્શનના કયા કયા સૈનિકોએ ગોળીબાર કરવાનો છે તેનો ઊંચા અવાજે સ્પષ્ટ આદેશ આપવાનો હોય છે. આદેશ મળતાં ફક્ત તે સૈનિકોએ જ ગોળીબાર કરવાનો હોય છે. એને માટે શાંતિના સમયમાં સૈનિકોને બહાર ખુલ્લામાં લઈ જઈને વારંવાર તાલીમ આપવામાં આવે છે કે જેથી યુદ્ધભૂમિ ઉપર ભૂલચૂક થવાનો સંભવ ન રહે. આ પ્રકારની ગોળીબારની શિસ્તની તાલીમ “ફાયર કન્ટ્રોલ ઓર્ડર્સ' તરીકે ઓળખાય ઇશારાથી સંદેશાઓ યુદ્ધભૂમિમાં છૂટા છૂટા અંતરે રહેલા સૈનકો વચ્ચે દુશ્મનને ખબર ન પડે એ રીતે વ્યવહાર કરવા માટે ઈશારાઓ દ્વારા સંદેશા (સિગ્નલ) પહોંચાડવામાં આવતા હોય છે. બૂમ પાડીને એકબીજાને કહેવામાં પકડાઈ જવાનો કે સંદેશાની બાબતમાં ગેરસમજ થવાનો ભય રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194