Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 179
________________ ૧૭૦ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ -- શાસ્ત્રીય સંગીત ઉષાબહેનની એક શોખની પ્રવૃત્તિ રહી છે. તેઓ રાગ-રાગિણીનાં જાણકાર છે અને હવે જો કે મહાવરો ઘણો ઓછો થઇ ગયો છે તો પણ સિતારવાદન એ એમની એક પ્રિય પ્રવૃત્તિ રહી છે. . ઉષાબહેને ઠીક ઠીક લેખનકાર્ય પણ કર્યું છે. એમણે પોતાના અધ્યયન-અધ્યાપનના વિષયોને લક્ષમાં રાખી ‘લોકશાહી શા માટે?’, ‘પક્ષો શા માટે?’, ‘ભારતના રાજકીય પક્ષો’, ‘ રાષ્ટ્રપતિની કામગીરી’ વગેરે વિશે પરિચય પુસ્તિકાઓ લખી છે. આ ઉપરાંત એમણે ‘ગવર્મેન્ટ એન્ડ ધ ગવર્ન્સ' ‘કોંગ્રેસ રૂલ ઇન બોમ્બ' ‘કૌટિલ્ય અને તેનું અર્થશાસ્ત્ર', ‘અમર શહીદો', ‘ગાંધીજી', ‘વિશ્વની મહાન વિભૂતિઓ' જેવાં પુસ્તકો પણ લખ્યાં છે જે ઐતિહાસિક દૃષ્ટિએ ખૂબ મહત્ત્વનાં છે. ઉષાબહેનની અનેકવિધ સંનિષ્ઠ, સભર સેવાભાવી પ્રવૃત્તિઓ અને એમનું સમગ્ર જીવનકાર્ય અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે. આવી વ્યક્તિઓથી સમાજ ઉજ્જવળ રહે છે અને આપણે ધન્યતા અનુભવી શકીએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194