Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 175
________________ ૧૬૬ સાંપ્રત સહચિંતન – ભાગ ૧૧ પણ ઝંડો પોલીસ ઝૂંટવી નહિ શકે કે ફેંકી નહિ દે. એ સમયના લડત માટેના ઉત્સાહની ભરતી કિશોર-કિશોરીઓમાં પણ કેટલી બધી હતી તે આ પ્રસંગ બતાવે છે. લડત માટે ચંદુલાલ દેસાઈએ છોકરાઓની વાનરસેના તૈયાર કરી તો ઉષાબહેનની ભલામણથી છોકરીઓની “માંજારસેના' પણ તૈયાર કરી. છોકરા પોલીસને હુપ હૂપ કરે તો છોકરીઓ મ્યાંઉ મ્યાંઉ કરે. એક સાથે અનેક છોકરા-છોકરી લડત લડવાના ભાવથી આવા પોકારો કરતા હશે ત્યારે એ દશ્ય હાસ્યજનક નહિ પણ શૂરતાપ્રેરક બની જતું હશે ! બી. એ. થયા પછી ઉષાબહેને એમ. એ.નો અભ્યાસ મુંબઇ યુનિવર્સિટીમાં રાજ્યશાસ્ત્ર-Political scienceનો વિષય લઈને ચાલુ કર્યો હતો, પરંતુ તે દરમિયાન સ્વતંત્રતાની ચળવળ જોર પકડતી જતી હતી એટલે એમણે અભ્યાસ છોડી લડતમાં સક્રિય ભાગ લેવાનું ચાલુ કર્યું. ૧૯૪૨ની “હિંદ છોડો'ની લડતમાં ઉષાબહેનનું મહત્ત્વનું કાર્ય તે ગુપ્ત રીતે કોંગ્રેસ રેડિયો'ની પ્રવૃત્તિ ચલાવવાનું હતું. ૧૯૪રની ચળવળમાં ગાંધીજી, સરદાર, નહેરુ, મૌલાના વગેરેને જેલમાં પૂરવામાં આવ્યા તે વખતે બીજી ત્રીજી હરોળના ઘણા નેતાઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. એ બધાંની પ્રવૃત્તિના અહેવાલ એકબીજાને પહોંચાડવા માટે ગુપ્ત પત્રિકાઓ રોજ નીકળતી અને ઘરે ઘરે પહોંચતી કરવામાં આવતી. એની સાથે આ વાયરલેસ ટ્રાન્સમિશનની પ્રવૃત્તિ પણ ચાલુ થઈ. એક ભાઈએ વાયરલેસ સેટ બનાવી આપ્યો. આ કાર્યમાં ડૉ. રામમનોહર લોહિયા, અશ્રુત પટવર્ધન વગેરે પણ જોડાયા. રોજ સાંજે નિશ્ચિત સમયે રેડિયો વાગતો : “This is Congress Radio, speaking somewhere in India from 42.34 meter.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194