Book Title: Samprat Sahchintan Part 11
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

Previous | Next

Page 142
________________ એન.સી.સી. દ્વારા લશ્કરી તાલીમ ૧૩૩ દરજ્જો મળે છે. તેમાંથી કેટલાકની ઐમ્પટન્ટ ક્વાર્ટર માસ્ટર, સેકન્ડ ઈન કમાન્ડ વગેરે તરીકે નિમણૂક કરવામાં આવે છે. એન.સી.સી.માં દરજાઓ અને હોદ્દાઓ ઘણુંખરું લશ્કરના દરજાઓ અને હોદ્દાઓ પ્રમાણે જ આપવામાં આવે છે. લશ્કરમાં સિપાઈઓ અને ઑફિસરો એમ બે વિભાગ હોય છે. સિપાઇઓમાં (૧) લાન્સ નાયક, (૨) નાયક, (૩) હવાલદાર, (૪) હવાલદાર મેજર, (૫) જમાદાર, (૬) જમાદાર મેજર, (૭) સૂબેદાર અને (૮) સૂબેદાર મેજર એવો દરજ્જો અપાય છે. લશ્કરી ઓફિસરોમાં (૧) સેકન્ડ લેફ્ટનન્ટ, (૨) લેફ્ટનન્ટ, (૩) કેપ્ટન, (૪) મેજર, (૫) લેફ્ટનન્ટ કર્નલ, (૬) કર્નલ, (૭) બ્રિગેડિયર, (૮) મેજર જનરલ, (૯) લેફ્ટનન્ટ જનરલ, (૧૦) જનરલ એવો ઉત્તરોત્તર ચડિયાતો દરો અપાય છે. યુદ્ધના સમયે ઝડપી બઢતી આપીને પ્રોત્સાહિત કરવાના હેતુથી જનરલને ફીલ્ડ માર્શલ બનાવવામાં આવે છે. નૌકાદળમાં ઓફિસરોમાં (૧) ઍક્ટિગ સબ લેફ્ટનન્ટ, (૨) સબ લેફ્ટનન્ટ, (૩) લેફ્ટનન્ટ, (૪) લેફ્ટનન્ટ કમાન્ડર, (૫) કમાન્ડર, (૬) કૅપ્ટન, (૭) કોમોડોર, (૮) રિઅર એડમિરલ, (૯) વાઇસ એડમિરલ અને (૧૦) એડમિરલ એ પ્રમાણે ઉત્તરોત્તર ચડિયાતો દરજ્જો આપવામાં આવે છે. વાયુસેના અથવા હવાઈદળમાં ઑફિસરોમાં (૧) પાઇલટ ઑફિસર, (૨) ફુલાઈગ ઑફિસર, (૩) ફૂલાઇટ લેફ્ટનન્ટ, (૪) સ્કવૉડન લીડર, (૫) વિંગ કમાન્ડર, (૬) ગ્રુપ કૅટન, (૭) ઍર કામોડોર, (૮) ઍર વાઈસ માર્શલ, (૯) એર માર્શલ એ પ્રમાણે ઉત્તરોત્તર ચડિયાતો દરજ્જો આપવામાં આવે છે. વાર્ષિક તાલીમ છાવણી એન.સી.સી.ના કેડેટોને દર વર્ષે દસ, બાર કે ચૌદ દિવસ માટે બહારગામ વાર્ષિક તાલીમ માટે લઈ જવામાં આવે છે. ત્યાં તેઓને એક સ્થળે છાવણીમાં રહેવાનું હોય છે. ત્યાં તાલીમ અને રહેવા તથા ખાવાપીવાની તમામ વ્યવસ્થા સરકારને ખર્ચ કરવામાં આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194