________________
સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમમાંની
પાંચ નોધપાત્ર પ્રતિમાઓ
ઇક
,
ગ
નંદન હરિપ્રસાદ શાસ્ત્રી
વલ્લભ વિદ્યાનગર(જિ. આણંદ) માં આવેલા સરદાર પટેલ યુનિવર્સિટીના યુનિવર્સિટી મ્યુઝિયમમાં અનેક પ્રતિમાઓ આવેલી છે, જેમાંની કેટલીક પર લેખ કોતરેલ છે. કેટલીક પ્રતિમાઓ પથ્થર પર કંડારેલી છે, જ્યારે કેટલીક ધાતુની બનેલી છે. અહીં આમાંની પાંચ નોંધપાત્ર પ્રતિમાઓનો પરિચય પ્રસ્તુત કરવામાં આવે છે.
નવામાં આવે છે
,
૧. બ્રહ્માની પાષાણપ્રતિમા :
આ પ્રતિમા પેટલાદમાંથી ૧૯૮૪માં પ્રાપ્ત થઈ હતી. બ્રહ્માની પ્રતિમાઓ જૂજ સંખ્યામાં મળે છે. નગરા(તા. ખંભાત)માં બ્રહ્માની મોટી પ્રતિમા અદ્યપર્યત પૂજાય છે. ત્યાંની બ્રહ્માની અને બીજી મોટી પ્રતિમા વલ્લભ વિદ્યાનગરમાં ચારુતર વિદ્યામંડળના આંગણામાં વૃક્ષ નીચે રાખેલી છે. - પેટલાદમાંથી મળેલી આ આરસ-પ્રતિમા નાના કદની (૫૫ સે.મી. x ૩૦ સે.મી. X ૧૪ સે.મી.) છે. ચતુર્મુખ બ્રહ્માને અહીં અધમૂર્ત કંડારેલા છે. એમનું સંમુખ રહેલું મુખ પૂર્ણતઃ કંડારેલું છે,
જ્યારે બાજુનાં બે મુખ અર્ધ કરતાંય ઓછા પ્રમાણમાં મૂર્ત કરેલાં છે, બ્રહ્મા સમપાદ અવસ્થામાં ઊભા છે. સંમુખ દેખાતા મુખમાં લાંબી મૂછ અને લાંબી દાઢી નજરે પડે છે. કંઠમાં નાની કંઠી છે અને ત્રણ સેરનો લાંબો હાર લટકે છે. ઉપલા જમણા હસ્તમાં બ્રહ્મા સુવ ધારણ કરે છે. બાકીના ત્રણ હસ્ત ખંડિત છે, પ્રતિમા ૮ મી કે ૯મી સદીની છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org