Book Title: Sambodhi 2002 Vol 25
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 196
________________ Vol. XXv, 2002 ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ.. 191 ભાલા અને તીરનાં લોહનાં માથાં આ શિવાલય-સંકુલમાંથી હાથ લાગ્યાં છે. આ બંને ઈમારતોમાંથી મોટા જથ્થામાં માટીનાં નીલલોહિત વાસણો પણ હાથ લાગ્યાં છે. બૌદ્ધવિહારના પાયાના પથ્થરો ઉપર પાલિમાં કેટલાક અક્ષરો ઉત્કીર્ણ છે જે કડિયાની ઓળખ સંપડાવી આપે છે. ફરોની કબર અને ગ્રીક-મીય ચિરાબોની શોધ ઇજિપ્તના પિરામીડો, સુરક્ષિત શબો (mummies) અને ફિક્સ (માનવપશુયુક્ત પ્રાણી) વિશ્વવિખ્યાત છે અને જગતનો વૈભવી સાંસ્કૃતિક વારસો છે. ઇજિસનો પૂર્વકાલીન સંસ્કૃતિ-ઇતિહાસ જગતના સાંસ્કૃતિક ઇતિહાસનું એક અનેરું અને અદકેરું આભૂષણ છે. આવા પુરાવસ્તુકીય ખજાનારૂપ ઈજિપ્તમાંથી ત્યાંના પુરાવિદોએ એપ્રિલ બે હજારમાં Pharaonic શાસકની કબર અને સૌથી વધુ ગીકરોમીય સુરક્ષિત શબો શોધી કાઢ્યાં છે. ગિઝા પ્લેટોના નિયામક Zahi Hawassના નેતૃત્વ હેઠળ વીસ સભ્યોની પુરાવિદટુકડીએ શક્તિશાળી પણ રહસ્યમયી ફારોહાસમ શાસક Eyuf ની કબર ઉમરાવોના કબ્રસ્તાનસંકુલમાંથી (જેની શોધ ૧૯૩૦ના દાયકામાં કેરોથી દક્ષિણ પશ્ચિમમાં ૪૦૦ કિ.મી.ના અંતરે સ્થિત Bahriya રણદીપમાંના Bawii સ્થળેથી) શોધી કાઢવામાં આવી છે. Bahriyah નો મેયર Eyuf ફારોહApris (ઈ. પૂ. ૫૯૮ થી ૫૦૦)ના શાસન દરમ્યાન ૨૬મા વંશનો હતો; અને તેણે રણદ્વીપમાં એપ્રિલ નામક દેવાલય બંધાવ્યું હતું. અગાઉ Eyuf ની કબર શોધવાના ઘણા નિષ્ફળ પ્રયાસો થયા હતા. ૧૯૩૦ના દાયકામાં ઇજિરી પુરાવિદ Ahmed Fakhry એ ઉમરાવોનું કબરસંકુલ શોધ્યું હતું પણ તેય Eyuf ની કબરનું સ્થાન શોધી શક્યા ન હતા. ફખ્રીની કબરસંકુલની શોધના એક દાયકા બાદ Eyuf ની સંભવિત કબરના સ્થાન ઉપર ગ્રામજનોએ મકાનો બનાવ્યાં હતાં. પરંતુ એપ્રિલ ૨૦૦૦માં હવાસને તેની કબર શોધવામાં સફળતા પ્રાપ્ત થઈ. દશ મીટર ઊંડી Eyuf ની આ કબરને કારણે પ્રાંતીય મેયર વિશેના રહસ્યને પ્રગટ કરવામાં સરળતા રહેશે. આ સંભવિત રહસ્ય એ છે કે Gad Khensu Eyuf બિન્ધાસ્ત રીતે પોતાના જીવન દરમ્યાન રાજાઓની જેમ પોતાને અભિવ્યક્ત કરતો હતો. Eyuf ની કબરથી દશ કિલોમીટરના અંતરેથી હવાસને ૧૦૨ મમીઓ સાત કબરોમાંથી હાથવગી થઈ છે. આ મમીઓ છ ચોરસ કિલોમીટરના વિસ્તારમાંથી મળી છે અને જે ગ્રીક-રોમીય સમયના છેવટના ભાગની જણાય છે. ખડકમાંથી કંડારેલી ગુફાઓમાંથી પ્રાપ્ત સુરક્ષિત શબો હજીય રંગીન દેખાવ સંપડાવે છે. આમાંનું એક સ્ત્રી-શબના પેટમાં બાળક-શબ સુરક્ષિત છે તો બીજા શબનું મહોરું સૂચિત કરે છે લોકો પૂર્વકાલીન ઇજિસી દેવોને અર્થ અર્પણ કરે છે. શબોને સુરક્ષિત રાખવાની પદ્ધતિ ઉપરથી તેમનો સમયનિર્દેશ સૂચવી શકાયો છે. Eyuf ની પાષાણશબપેટી ૧૨ ટનની છે અને તેના ઉપર શૈલઉત્કીર્ણ ચિત્રો શોભે છે અને Eyuf નું મેયર તરીકેનું પાર્થચિત્ર પણ કંડારેલું છે. છેલ્લા સર્વેક્ષણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234