Book Title: Sambodhi 2002 Vol 25
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 198
________________ 193 Vol. XXV, 2002 ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ... જલીય પુરાવસ્તુવિદ્યા – એક આવશ્યક્તા ઇતિહાસ અને સંસ્કૃતિના નિરૂપણમાં પુરાવસ્તુકીય ઉત્નનનથી અને સ્થળતપાસથી પ્રાપ્ત સામગ્રી વધુ વિશ્વસનીય અને શ્રદ્ધેય પુરવાર થઈ છે, કેમ કે સંપ્રાપ્ત અવશેષો તત્કાલીન સમાજે જેનો વિનિયોગ અને ઉપયોગ કર્યો હતો તે જ ખંડિત કે અખંડિત કે અવશેષ સ્વરૂપે આપણને હાથવગા થાય છે. આમ તો, પુરાવસ્તુવિદ્યા એક નીવડેલું વિજ્ઞાન છે, જે એકાંગી નથી, પણ બહુજંગી છે અને જેના વિકાસમાં અને અન્વેષણમાં બહુમુખી પ્રતિભા ધરાવતા વિવિધ વિષયના વિજ્ઞાનીઓની અનિવાર્ય આવશ્યક્તા હોય છે. મુખ્ય જવાબદારી ઇતિહાસ અને સંસ્કૃતિના પ્રખર અધ્યેતાઓની હોય છે. તેમની સહાયમાં, ભૂગોળવિદ, વનસ્પતિવિઠ, અભિલેખવિદ, કલાવિદ, રસાયણવિદ, પુરારક્ષણવિદ, નકશાઆલેખનવિદ ઇત્યાદિ નિષ્ણાતો હોય છે. પુરાવસ્તુવિદ્યાનાં વિવિધ અંગો છે : સ્થલીય પુરાવસ્તુવિદ્યા, જલીય પુરાવસ્તુવિદ્યા, નિસ્તાર પુરાવસ્તુવિદ્યા, હવાઈ પુરાવસ્તુવિદ્યા, ઐતિહાસિક પુરાવસ્તુવિદ્યા વગેરે. ભારતમાં ગોવામાં પણજીમાં ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ ઓશનોગ્રાફી સંસ્થા ઘણાં વર્ષોથી કાર્યરત છે. આ સંસ્થાનો એક વિભાગ મરાઈન આર્કિયૉલૉજી” (સમુદ્રીય પુરાવસ્તુવિઘા) કે અન્ડરવોટર આર્કિયોલૉજી' (અધોજળ પુરાવસ્તુવિઘા) નામનો છે, જે મારફતે જળમાં સુરક્ષિત પુરાવશેષોની શોધ થતી રહી છે. આ વિભાગ મારફતે ગુજરાતમાં પશ્ચિમી દરિયાકાંઠા નજીક દ્વારકા પાસે ડૂબેલી દ્વારિકાના અવશેષો ગઈ સદીના છેલ્લા ચરણ દરમ્યાન શોધવાના સફળ પ્રયાસો થયેલા તેનાથી આપણે અભિજ્ઞ છીએ. અત્યાર સુધી દિલ્હી સ્થિત ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણ સંસ્થા અને તેની પ્રાદેશિક શાખાઓ . કેવળ જમીન અંતર્ગત પુરાવસ્તુઓનાં ઉત્પનન કરતાં હતાં. જલાંતર્ગત પુરાવસ્તુઓની શોધ એના હસ્તક ન હતી. પણ અઢી દાયકાના પુરુષાર્થી પ્રયાસો પછી હવે આ સંસ્થા મરજીવાનું કાર્ય હાથ ધરવા સજ્જ થઈ છે. આ સંસ્થામાં અધોજળ પુરાવસ્તુવિદ્યા વિભાગ’ એક કરોડના બજેટથી ફેબ્રુઆરી ૨૦૦૧ થી અસ્તિત્વમાં આવ્યો છે. આ વિભાગના ઉપક્રમે દરિયાકાંઠાના જલીય વિસ્તારોમાં સુરક્ષિત ટાપુઓ, વહાણો અને અન્ય ખજાનાઓની શોધના કાર્યક્રમ હાથ ધરાશે. હાલ તુરત મુંબઈના દરિયાકાંઠા નજીક સમુદ્રમાં આવેલા ‘એલિફન્ટાની ગુફાઓથી ઓળખાતા ઐતિહાસિક સ્થળ પાસે દરિયામાં ડૂબેલા ટાપુ વિશે, લક્ષદ્વીપ પાસેના બંગરામ ટાપુ નજીક વહાણના ભંગર વિશે અને પૂર્વીય સમુદ્રકાંઠે મહાબલીપુરમ પાસે જલસમાધિસ્થ મંદિરો વિશેની શોધ કરવાનો ઉપક્રમ હાથ ધરાયો છે. અઢારમી સદીમાં ભારતીય દરિયાકાંઠા પાસે આશરે ૨૬૦૦ વહાણો ડૂબી ગયાં હોવાની માન્યતા છે. આશરે પાંચસો જેટલાં મોટાં વહાણોના ભંગાર હાથ લાગે એવું ભા. ૫. સ. સંસ્થા માને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234