________________
Vol. Xxv, 2002 ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ... 195
ઇતિહાસ સતત વિકસતી પ્રક્રિયા છે, કેમકે તે મિષેનાં સાધનો વારનવાર હાથવગાં થતાં રહે છે, શોધતાં રહે છે. આથી ઇતિહાસનાં પરિમાણોનાં પરિણામો સતત બદલાતાં રહે છે. આમ ઇતિહાસની પ્રક્રિયા જીવંત છે.
તાજેતરમાં ઊડિયા (ઉત્કલી) ભાષામાં રચિત અને તાડપત્ર ઉપર ઉત્કીર્ણ મહાભારતની હસ્તપ્રત જપાનના બે પ્રાધ્યાપકોને જપાનના એક મંદિરમાંથી હાથ લાગી : Kyoto વિશ્વવિદ્યાલયના Hojun Nagasaki અને Nobuyuki Haswara જ્યારે આ હસ્તપ્રત અન્વયે ભુવનેશ્વર દોડી આવ્યા ત્યારે આ માહિતી સંપ્રાપ્ત થઈ. Kyoto વિશ્વવિદ્યાલયની પાસેના એક પુરાણા મંદિરમાંથી ૧૬મી સદીની આ હસ્તપ્રત આ બે પ્રાધ્યાપકોને ત્રણ વર્ષ ઉપર હાથ લાગી હતી એવું ભુવનેશ્વરની ઉત્કલ યુનિવર્સિટીના ઊડિયા ભાષા વિભાગના વડા પ્રાધ્યાપક એસ. એન. દાસનું માનવું છે. આ તાડપત્રીય હસ્તપ્રતનું નામ છે “સરલા મહાભારત', કેમ કે તેનાં રચયિતા સરલા દાસ છે અને તે એમણે ૧૪મી સદીમાં લખી હતી. Dandibrutta લિપિમાં અને ઊડિયા ભાષામાં લખાયેલી આ હસ્તપ્રત ચારસો વર્ષથી તે મંદિરમાં હોવા છતાં કોઈને ખ્યાલ ના આવ્યો કે આ શું છે અને અહીં તે
ક્યાંથી આવી છે પરંતુ પ્રા. હોજુન નાગાસાકી બૌદ્ધધર્મના અભ્યાસી હતા, બિહારમાં અધ્યયન કર્યું હતું અને ઊડિયા ભાષા ઉપર કામ કરેલું. તેમણે આ બાબતે વિશેષ રુચિ દાખવી અને વિશ્વવિદ્યાલયના વિષય નિષ્ણાતોની મદદથી તે ‘સરલા મહાભારત” છે એવી જાણકારી મળી. અલબત્ત આ હસ્તપ્રત સંપૂર્ણ નથી; અને તેનું પુનર્લેખન બીજા લેખકે ૧૫મી સદીમાં કર્યું હોવાનું જણાય છે. બંને જપાની પ્રોફેસરો જપાન આખું ઘૂમી વળ્યા. આ હસ્તપ્રત વિશેની માહિતી મેળવવા અને ઊડિયા અન્વેષક શોભારાણી દાસની સહાયથી તે મહાભારતની હસ્તપ્રત હોવાનું જાહેર થયું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org