Book Title: Sambodhi 2002 Vol 25
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 228
________________ Vol. XXN, 2002 REVIEW 223 કેવલ્યોપનિષદ્ અને અન્ય ઉપનિષદો; પ્રકરણ-૭ ગીતા અને વેદ પ્રકરણ-૮: પ્રકીર્ણ લખાણો; પ્રકરણ-૯ ઉપસંહાર; પ્રકરણ-૧૦ શ્રી અરવિંદના હસ્તાક્ષરોનો નમૂનો. ઉપર્યુક્ત દરેક વિષયની રજૂઆત, ચર્ચા અને આલોચના વિશઠ, સુંદર અને મધુર છે. શ્રી અરવિંદની રચનાઓ અને લેખો વિશે જાણવા મળે છે કે કેટલીક રચનાઓ / લેખો એક જ સ્થળે તે એક જ સમયે લખાયાં નથી. કેટલીક રચનાઓ / લેખો સ્થળાન્તર સાથે અને સમયના વહેણ સાથે પૂરાં થયાં છે. અધૂરી રહેલી રચનાઓની કાં તો પુનનિર્મિતિ થઈ છે, તો કેટલીક રચનાઓનું પુનરીક્ષણ અને સંસ્કરણ થયું છે. આ સમય અને પ્રક્રિયા દરમ્યાન તે કૃતિઓમાં વિશેષ વિશદતા અને ગહનતા આવેલી જોવા મળે છે; આ બધા ફેરફારો પછી તે કૃતિઓ પ્રકાશિત થયેલી છે.” આ પ્રક્રિયાના સંદર્ભમાં, ઉદાહરણ તરીકે ઋવેદ ૧-૧ : “અગ્નિસૂક્ત”ના ભાષાન્તરોનો ઉલ્લેખ કરી શકાય. આ સૂક્તનું ભાષાન્તર' જુદા જુદા અભિગમોથી વારે વારે” લખાયું છે. (પૃ. ૫૩). આવી રચનાઓમાં શ્રી અરવિંદની પ્રગતિશીલ વિચારધારા અને સાધનાનાં દર્શન થાય, તો તે સ્વાભાવિક છે. ઉપર્યુક્ત “અગ્નિસૂક્તો'નાં ભાષાંતરો ઉપર ડો. પાઠકે વડોદરા મુકામે ઈ.સ. ૧૯૯૮માં મળેલ “અખિલ ભારતીય પરિષદ”ના ૩૯ભા અધિવેશનમાં “વેદવિભાગ” માં લેખ રજૂ કર્યો હતો. (સારાંશ માટે દષ્ટવ્ય : “Sri Aurobindo on the Rgveda l- A Glimpse", Summaries of Papers : 39ch IOC, Vadodara, 13-15 October, 1998, edited by R. I. Nanavati and others; pp. 12-13). ડૉ. પાઠકે પ્રકરણ ૨ અને ૩માં મૌલિક કૃતિઓનો સુંદર અને સોદાહરણ પરિચય અને ચર્ચા રજૂ કર્યા છે. વિવિધ કૃતિઓ ક્યારે, ક્યાં રચાઈ, પુનઃ તેનું સંસ્કરણ થયું છે કે નહિ અને પ્રકાશન ક્યારે થયું તેની વિગતવાર માહિતી આપી છે. આ માહિતી આપવામાં તેમનો અરવિંદ પ્રત્યેનો અગાધ પ્રેમ અને સંશોધનમાં અમુક અભિગમ સપરિશ્રમ દેખાઈ આવે છે; તેઓ સાથે સાથે પોતાનો તે અંગે અભિપ્રાય પણ આપે છે, તે વિશેષ નોંધપાત્ર અને પ્રશંસાપાત્ર છે. મૌલિક કૃતિઓની ચર્ચાના સંદર્ભમાં મવાની માહિતી (શ્રી રવિંદ્ર સોસાયટી પડવેરી દ્વારા પ્રકાશિત, દ્વિતીય આવૃત્તિ ૧૯૯૨; આ પ્રકાશન હિન્દી ભાષાંતર સાથે છે) નામક સંસ્કૃત કાવ્યનો ઉલ્લેખ કરવાનું મન થાય છે. અત્રે એ નોંધવા જેવું છે કે “પ્રસ્તુત કાવ્યની રચના કર્યા પછી શ્રી અરવિંદને તેના તરફ ફરી જોવાનો મોકો મળ્યો નથી; કારણ કે તેમની ઘણી બધી અન્ય રચનાઓની માફક આ રચના પણ બ્રિટિશ સરકારના કબજામાં જતી રહી હતી” (પૃ. ૧૧). લગભગ ઈ. સ. ૧૯૮૫માં આ કૃતિ શ્રી અરવિંદ આશ્રમના અધિકારીઓને પાછી મળી અને તે પછી તે પ્રકાશિત થઈ, (પૃ. ૧૧) અને તેનું પ્રથમ સંસ્કરણ ૧૯૮૬માં થયું હતું. શ્રી અરવિંદ એક રાષ્ટ્રપ્રેમી હતા અને તેમણે સાહિત્ય દ્વારા ઓજસ્વી શંખભેરી બજાવીને દેશના યુવાનોને થનગનતા કરી મૂક્યા હતા.” (પૃ. ૧૦). આ કાવ્ય- મવાની માહિતી- મા ભોમ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. વૈદિક કાળથી દેશપ્રેમનાં કાવ્યો રચાતાં આવ્યાં છે; અર્વાચીન કાળના રાષ્ટ્રભક્તિનાં કાવ્યોમાં આ કાવ્ય એક વિશિષ્ટ સ્થાન ભોગવે છે. ભારતમાતાની કલ્પના કઠોર કરાલ એવી કાલી’ની કરવામાં આવી છે. ઈ. સ. ૧૯૦૩માં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 226 227 228 229 230 231 232 233 234