Book Title: Sambodhi 2002 Vol 25
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 195
________________ 190 - ડૉ. રસેશ જમીનદાર SAMBODHI ઉલ્બનનીય પુરાવાઓએ દર્શાવ્યું છે કે મહાનદીના પશ્ચિમ વિભાગમાં ભૂકંપનું ઉદ્દભવકેન્દ્ર હતું. આ ઉત્નનનથી હાથ પામેલા બે ઐતિહાસિક સ્મારકોની પૂર્વીય દીવાલો ભૂકંપને કારણે જમીનદોસ્ત થઈ હોવાની સાબિતી પ્રાપ્ત થઈ છે. ભૂકંપની ભયાનક્તાની ચાડી ખાય છે. વિશાળ પ્રસ્તરખંડમાં પડેલી પહોળી તિરાડો. બૌદ્ધાલય અને શિવાલયની ઇમારતો વિભિન્ન સમયે બંધાઈ હોવા છતાંય એક જ વૈજ્ઞાનિક પદ્ધતિનો વિનિયોગ એના નિર્માણમાં થયો હતો અને તે એ કે બંનેનું બાંધકામ પૂર્વ તરફ ૨૩ ડિગ્રીના ફરકનું હતું. આ બંને આલયોની દીવાલો ઉત્તર-દક્ષિણ બંધાવાને સ્થાને પૂર્વોત્તર અને દક્ષિણ-પશ્ચિમે હતી. અહીંની ભૂગોળનો અભ્યાસ કરવાથી આ દીવાલોના ૨૩ ડિગ્રી ફરકનું (deiationનું કારણ એ છે કે અહીંના વિસ્તારનું સ્થાનવર્ણન (ટોપોગ્રાફી) સૂચિત કરે છે કે મહાનદીનો કેન્દ્રીય પ્રવાહ દક્ષિણ-પશ્ચિમથી ઉત્તર-પૂર્વનો છે તેથી. આથી તત્કાલીન સ્થપતિઓએ નદીના પ્રવાહને ભવનનિર્માણમાં ધ્યાનમાં લીધો હોય અને thus the underlying fault to escape the fury of quakes and waves. આ વિસ્તારમાંથી પહેલી વખત બૌદ્ધવિહાર સાથે ભિક્ષુણીઓ માટેનાં નિવાસખંડોનું અસ્તિત્વ હાથવગું થયું છે. બૌદ્ધવિહાર ત્રણ ગર્ભગૃહયુક્ત હતું. મધ્યના ગર્ભગૃહમાં દોઢ મીટરની અક શિલાનિર્મિત બૌદ્ધપ્રતિમા પદ્માસનસ્થ છે અને ભૂમિસ્પર્શ મુદ્રામાં છે. શેષ બે ગર્ભગૃહો સંભવતઃ અનુકાલીન જણાય છે, જે મુખ્ય ગર્ભગૃહની પૂર્વે અને પશ્ચિમે આવેલાં છે, અને તે બંનેમાં બોધિસત્ત્વોની પ્રતિમાઓ છે. આ ગર્ભગૃહમાંથી સંપ્રાપ્ત ૩૨ સે.મી. લાંબો અને ૩૦ સે.મી. વ્યાસ ધરાવતો એક વિશાળ લોહઘંટ રસપ્રદ શોધ કહી શકાય. ગર્ભગૃહમાંની છતમાંથી હાથ લાગેલો હૂક આ લોહૉટને લટકાવવાના હેતુસર હોય. અહીંધી શોધાયેલો આ ઘંટ બૌદ્ધવિહારમાંથી હાથ લાગેલો સહુ પ્રથમ ઘંટ છે. ભિક્ષુણીઓ માટેના આવાસ, સોળ સ્તંભોયુક્ત મંડપથી કેન્દ્રમાં નિર્માણ પામેલા છે અને તેને ફરતે દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તરમાં ખંડોની હાર આવેલી છે. ૨-૪૦ મીટર લાંબી અને ૨-૦૦ મીટર પહોળી એવી કુલ ૧૨ ઓરડીઓ શોધી શકાઈ છે. ભિક્ષુણીઓના ઉપયોગાર્ડે બંધાયેલી ટાંકી પણ શોધાઈ છે. આ વિહારનું વધુ એક આકર્ષણ છે એની કિલ્લેબંધી. શિષ્ટ શિલાખંડોથી નિર્માણ પામેલો આ કિલ્લો રા મીટર જાડો અને ૨૫૦ x ૨૨૦ મીટરની દીવાલથી રક્ષિત છે. વિહારની દક્ષિણ-પૂર્વ તરફ શિવાલય આવેલું છે. આ શિવાલયમાં મંડપ, અધમંડપ અને ગર્ભગૃહનો સમાવેશ થાય છે. આ શિવાલયમાં યોનિપીઠ શિષ્ટ પાષાણનું છે અને તેમાં ૧.૨૦ મીટર ઊંચું શ્યામ ગ્રેનાઈટમાંથી ઘડેલું શિવલિંગ છે. નટરાજની આકૃતિ, શિવનું મસ્તક, મહિષાસુરમર્દિની અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234