________________
174
ડૉ. રસેશ જમીનદાર
SAMBODHI
એણે સામ્રાજ્યને વિભૂષિત કર્યું હતું. એ ઉદાર દાનવીર હતો અને એણે પોર્ટુગીઝો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો સાચવ્યા હતા. એણે પર્શિયા અને બીજાં રાષ્ટ્રોમાંના એલચીઓને આવકાર્યા હતા.
આ વિજયનગર સામ્રાજ્યનું પાટનગર તે વિજયનગર શહેર. એક સમયે વીરૂપાક્ષ મંદિર સંકુલથી આરંભી હમ્પી પાસેના માતંગગિરિની તળેટીમાં સ્થિત આલીશાન નંઢી સુધીનો વિસ્તાર ‘રોયલ એવન્યુ'થી ખ્યાત હતો. કૃષ્ણદેવરાયના શાસનકાલમાં આ શાહી વિસ્તાર એની ભવ્યતા અને વિશાળતાથી શોભતો હતો. પરન્તુ વર્તમાને આ રૉયલ એવન્યુનો ભપકો અને વૈભવ જોખમાયા છે. ખાસ તો, યુનેસ્કોના માર્ગદર્શક સિદ્ધાન્તોની ઉપરવટ જઈને ખાણીપીણીનાં કેન્દ્રોથી આ વૈભવી વારસાનો વિશાળ માહોલ ઝાંખો પડ્યો છે. અહીંનો હમ્પી વિસ્તાર વિદેશી યાત્રિકો સારુ ઉત્તમ પુરાવસ્તુકીય સ્થાન તરીકે આવકાર્ય બન્યું છે. પરન્તુ રાજ્ય સરકારના પુરાવસ્તુવિભાગ તરફ્થી અને/ અથવા ભારતીય પુરાવસ્તુ સર્વેક્ષણ સંસ્થા તરફથી આ સુંદર અને અમૂલ્ય ઐતિહાસિક સ્થળનાં જોઈએ તેવાં જતન અને જાળવણી થતાં નથી. અહીંનાં કેટલાંક મંદિર સુરક્ષાના અભાવની રાહ જુએ છે. ખંડિત અને વેરવિખેર પ્રતિમાઓની કોઈ દરકાર કરતું નથી.
હમ્પીનાં જતન-જાળવણી વિષે આપેલા કરોડો રૂપિયાની સહાય કંટાળીને જપાને પાછી ખેંચી લીધી છે; અને યુનેસ્કોએ પણ આવી ઉદાર સહાય બંધ કરવાની ધમકી ઉચ્ચારી છે, જો ત્યાં બંધાઈ રહેલા પુલનું બાંધકામ રોકવામાં આવે નહીં તો. છતાં હમ્પીના ભગ્નાવશેષો, શંકારહિત દૃષ્ટિએ, ભારતીય મંદિર સ્થાપત્યના ઇતિહાસમાં સારી રીતે સુરક્ષિત અને વિશાળ મંદિરોથી યુક્ત છે. આથી તો ફ્રેન્ચ ઇતિહાસવિદ Alain Danielou ના શબ્દો ધ્યાનાર્હ બને છે : like an island of civilization, chivalry, and beauty, in the midst of shattered and bleeding India after nearly seven centuries of Muslim invasions. ઇટલીના Nicolo di Conti થી આરંભી પર્શિયાઈ અબ્દુલ રઝાક સુધીના સંખ્યાધિક વિદેશી યાત્રિકોએ વિજયનગરની સંસ્કારસમૃદ્ધિ અને સ્થાપત્યશૈલીનાં મોફાટ વખાણ કર્યાં છે. સખ્ત શૈલખંડો ઉપર ભક્તિ અને પ્રેમના સામ્રાજ્યસમાં દેવદિવતાઓનાં ભવ્ય શિલ્પો સંસ્કારસમૃદ્ધિનાં ઘોતક છે, જેની ભવ્યતા અને સૌંદર્યના સિદ્ધાન્ત અને દેવો તથા પ્રકૃતિ એમ પ્રત્યેકનું સન્માન આજેય પણ સાક્ષીપ્રતીકો છે.
કમનસીબ બાબત એ છે કે કૃષ્ણદેવરાયના અનુગામી રામારાયના સમયમાં ૨૬-૧-૧૫૬૫ના રોજ વિધ્વંસ હત્યાકાંડ થયો હતો અને હુસેન નિઝામ શાહના સૈનિકોએ લગભગ પાંચ મહિના સુધી બધું નાશ કરવાનો ઉપક્રમ રાખ્યો હતો અને ત્રાસ અને અહીં આકારાયેલાં ભયનાં દશ્યો તથા હત્યાકાંડનો જોટો જડવો મુરકેલ છે. સૈનિકોએ એટલી બધી લૂંટ ચલાવી કે જેની કલ્પના કરવી મુરકેલ છે. આજે હમ્પીના પ્રત્યેક ખૂણે મુસ્લિમોએ આચરેલા વિધ્વંસનાં ચિહ્નો સાક્ષીરૂપ બની રહ્યાં છે : જાણે કે શુંક પણ હિન્દુ, તે ધિક્કારને પાત્ર. નિઝામના સૈનિકોએ પ્રતિમાઓનાં નાક, સ્તન, હાથ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org