Book Title: Sambodhi 2002 Vol 25
Author(s): Jitendra B Shah, N M Kansara
Publisher: L D Indology Ahmedabad

Previous | Next

Page 186
________________ Vol. XXN, 2002 ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત ઐતિહાસિક ઘટનાઓ. 181 પ્રક્રિયા ૧૯-૧૧-૨૦૦૦ના રોજ પૂરી થઈ; કેમકે આ દિવસે અમદાવાદ વારસો દિન' તરીકે ઊજવાય છે. આ કાર્યક્રમ અંતર્ગત વિશેષ કરીને શાલેય વિદ્યાર્થીઓ (જેઓ અમદાવાદ શહેરમાં દૂર દૂર વસે છે તેઓ) અસલી અમદાવાદમાં પોતાના મૂળ રહેઠાણને ઓળખી શકે તે હેતુ નિહિત રહ્યો છે. જો કે જે મહાવિદ્યાલયોમાં ઈતિહાસ-સંસ્કૃતિના વિભાગો છે તેમણે પુરાણા અમદાવાદમાં આવેલી કોઈ એકાદ ઐતિહાસિક સ્થાનને-ઈમારતને-સ્મારકને દત્તક લઈને એનાં જતન-જાળવણી કરવાં જરૂરી છે. વિશ્વવિદ્યાલયના ઈતિહાસ વિભાગે તથા ભો. જે. અધ્યયન સંશોધન વિદ્યાભવને, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરે, ગૂજરાત વિદ્યાપીઠ, કેલિકો મ્યુઝિયમે આ પરત્વે સક્રિય થવાની જરૂર છે. તો “વિશ્વ વિરાસત દિવસે અમદાવાદ સોસાયટી ફોર હેરિટેજ એન્ડ એન્જિરોનમેન્ટલ પ્રોટેક્શનના સ્વયસેવકોએ અમદાવાદની ભાગોળે આવેલી દાદા હરિની વાવને સાફ કરી અને દર્શનલાયક બનાવી તથા આ વાવના ઈતિહાસ વિશે લોકજાગૃતિ કેળવાય તદર્થે એક પ્રદર્શનનું પણ તે સ્થળે આયોજન કર્યું હતું. તો સેન્ટર ફોર એન્વિરોનમેન્ટલ એડ્યુકેશન તરફથી “સાંસ્કૃતિક કેડી (cultural trail)નો દાયિત્વપૂર્ણ કાર્યક્રમ ઘણાં વર્ષોથી હાથ ધરાયો છે, જે અંતર્ગત અમદાવાદની શાળા-મહાશાળામહાવિદ્યાલયના થોડાક વિદ્યાર્થીઓને પસંદ કરીને “અહમદશાહી અહમદાબાદ'ના કાર્યક્રમ હેઠળ અમદાવાદના ઈતિહાસમાં ડોમ્િ કરાવવાનો સુજ્ઞ પ્રયાસ થાય છે. આ કેન્દ્ર તરફથી આ મિષે ગુજરાતી અને અંગ્રેજીમાં નાનકડી પોકેટ પ્રકારની સચિત્ર માહિતી દર્શાવતી પુસ્તિકા પણ પ્રગટ કરી છે. મહાબળેશ્વરનો રે ખંડ એક તરફ સંસ્કાર-સંસ્કૃતિના વૈભવ-વારસા પરત્વે આવી ઉદાસીનતા જોવાય છે તો અન્યત્ર જતન-જાળવણી પરત્વે ગૌરવ અનુભવાતું જોવા મળે છે. આ બાબતે જાગૃતિ દર્શાવી મહાબળેશ્વર કલબના ટ્રસ્ટીઓએ અને બોમ્બે એન્જિરોનમેન્ટલ એક્શન ગ્રુપે. મહાબળેશ્વરના પારિસ્થિતિક અને પર્યાવરણીય નુકસાનને બચાવવા સારુ બૉમ્બે એન્વિરોનમેન્ટલ એક્શન ગ્રુપે ૧૯૯૮માં મુંબઈની વડી અદાલતમાં અરજી કરી અને વડી અદાલતે રાજ્ય સરકારને મહાબળેશ્વર-પંચગીની પ્રદેશ માટે હેરિટેજ સમિતિની રચના કરવા આદેશ આપ્યો. કમિટીએ અહીંનાં સ્મારકો અને પ્રાકૃતિક સ્થળોની યાદી સરકારને સુપરત કરી અને એને બળ મળ્યું કેન્દ્ર સરકારના જંગલ અને પર્યાવરણ વિભાગ તરફથી જેણે ૧૭-૧-૨૦૦૧ ના રોજ મહાબળેશ્વરને પારિસ્થિતિક સંવેદનશીલ વિસ્તાર તરીકે જાહેર કર્યો, તે સાથે માનવકૃત ઇમારતોના જતન સારુ પણ હુકમ ર્યો જેથી મુંબઈની વડી અદાલતના “વારસા-સ્થાનના રક્ષણ’ વિશેના આદેશને બળ મળ્યું. મહાબળેશ્વર કલબના ટ્રસ્ટીઓ, જેઓ ફેરે ખંડના રખેવાળ હતા તેમણે, આ મકાન જમીનદોસ્ત કરી તે સ્થળે આધુનિક ઇમારત બાંધવાને બદલે નવેમ્બર ૧૯૯૯માં શરૂ કરી એક વર્ષમાં ચાળીસ લાખના ખર્ચે ફેરે ખંડનું યથાવત્ કીર્તિને જાળવતું રીનોવેશન ક્યું અને જાન્યુઆરી ૨૦૦૧માં એને પ્રજા માટે ખુલ્લું મૂક્યું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234