________________
Vol. Xv, 2002 ઇતિહાસના પરિપ્રેક્ષ્યમાં કેટલીક સાંપ્રત એતિહાસિક ઘટનાઓ... 175 પગ, ગજસ્ટ ઇત્યાદિ ખંડિત ક્યાં હતાં. સાથોસાથ સ્થાપત્યની ભવ્ય ઇમારતો અને રાજમહેલો અને મંદિરો એવા મજબૂત શેલખંડોથી નિર્માણ પામ્યાં હતાં કે વિધ્વંસની સંહારક લીલાનાં કરતૂતોથી તે બચી ગયાં, જે આજે આપણને વિજ્યનગરના સાંસ્કૃતિક વૈભવ અને વારસાની સ્મૃતિ અપાવે છે.
દુઃખદ બાબત એ છે કે આપણામાં-ભારતીયોમાં છતાં આવા અસાધારણ વારસા પરત્વે થોડુંકેય માન-સન્માન હોય તેવું જોવા મળતું નથી. આ ઐતિહાસિક સ્થળના માર્ગદર્શકોયે જાણે છે ઓછું અને બકે છે વધારે. કેવળ પશ્ચિમી યાત્રિકોને આકર્ષવાનું એમનું ધ્યેય હોય તેવું તેમના વર્તનથી જણાય છે. સ્થાનિક લોકો આ પરત્વે સભાન હોવાનું જણાતું નથી. પરિણામે Happy is a vast excremental dump.
આપણી રાષ્ટ્રીયતાની આ નબળાઈ છે. યુરોપ અને અમેરિકામાં પુરાણાં ઐતિહાસિક સ્થળોપરંપરા-સંસ્કાર પરત્વેની સભાનતાના પાઠ શાળાશિક્ષણથી શીખવાય છે. આ બંને ખંડોની પ્રજા પોતાનાં ભૂગોળ અને ઇતિહાસથી વિશેષ વાકેફ હોય છે અને અભિરુચિ દર્શાવે છે. યુરોપીયો એથેન્સ કે રોમની યાત્રાને પ્રત્યેક માટે must ગણાવે છે. આ અભિગમના સંદર્ભે જો ભારતીય બાળકોને ભવ્ય વારસા પરત્વે સભાન કરવામાં આવે તો જે દુધનીય સ્થિતિ ઐતિહાસિક સ્મારકોની થાય છે તે અટકાવી શકાય. આમ થશે તો વિજયનગર જેવાં the city of victory સ્મારકો સુરક્ષિત રાખી શકાશે.
ભવભૂતિનું જન્મસ્થળ
આપણા સાંસ્કૃતિક વારસાના વૈભવને પ્રજા પ્રત્યક્ષ કરવાનું અને તેનાં જતન-જાળવણી કરવાનું કાર્ય છૂટક છૂટક સંસ્થાગત રીતે કે વ્યક્તિગત રીતે થતું રહે છે, જેનું વ્યાપક ધોરણે, પ્રજાની સામેલગીરી સાથે અને વ્યવસ્થિત પદ્ધતિએ અમલી બનાવવાની જરૂર છે. અહીં આપણે ખ્યાત સંસ્કૃતજ્ઞ ભવભૂતિના જન્મસ્થળની દુર્દશા અને પ્રજાકીય ઉપેક્ષા વિશે નુક્તચીની કરીશું.
મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં અગાંવ અને સાલેક્સને જોડતા માર્ગથી અઢી કિલોમીટરના અંતરે બિનજરૂરી ઘાસ અને માનવમળથી ઘેરાયેલો ડુંગર છે. આ ડુંગરની ટોચે બે લઘુ પાષાણ આધારિત હવાના ઝપાટાથી ઘસાઈને ગોળ બનેલો રેતિયો પથ્થર છે. આમ તો આ માહોલ ચક્ષુગમ્ય નથી કે આસપાસમાં એવું શું નથી જે નયનરમ્ય હોય અને છતાં એનું ઐતિહાસિક-સાંસ્કૃતિક મહત્ત્વ અમૂલ્ય છે.
આ કુદરતી પાષાણ-આશ્રય–જે ત્રણ ગોળાકાર રેતીયા પથ્થરથી બનેલું છે–ભાગ્યે જ કોઈ કલ્પી શકે કે તે આશરે તેરસો વર્ષ પૂર્વકાલીન છે અને વિશ્વખ્યાત સંસ્કૃતજ્ઞ અને નાટચકાર ભવભૂતિનું કાર્યસ્થળ છે. કહેવાય છે કે નજીકના પઠાપુર ગામે ભવભૂતિ જન્મ્યા હતા. કશ્યપવંશીય ઉદુમ્બર બ્રાહ્મણ પરિવારમાં પિતામહ ગોપાલ ભટ્ટ અને પિતા નીલકંઠના કુટુંબમાં માતા જાતુકર્ણીની કૂખે જન્મેલા ભવભૂતિનું જન્મનામ શ્રીકંઠ હતું. ભવભૂતિ એમનું ઉપનામ હતું. સામાન્યતઃ આઠમી સદીના પહેલા ચરણ દરમ્યાન એમનો કાર્યકાલ હોવાનું સૂચવાયું છે. એવું માનવામાં આવે છે કે ભવભૂતિએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org